For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભ

12:32 PM Oct 09, 2025 IST | Bhumika
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભ

શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની વિભાવનાને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકા દ્વારા 09 થી 18 ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં શહેરી વિકાસના ક્ષેત્રે થયેલ વિકાસને જનજની સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય સરકાર વર્ષ 2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂૂપે તથા વિકાસ સપ્તાહ અંતર્ગત સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિકે રોજગારી મળી રહે તેવા હેતુથી સરકારની લોકલ પર વોકલ ની વિભાવનાને સાર્થક કરતા 10 દિવસીય સ્વદેશી મેળા(જવજ્ઞાાશક્ષલ ઋયતશિંદફહ) નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા કારીગરીની વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. જેના માટે 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા સ્ટોલ તેમજ બાળકો માટે ફન રાઇડ્સ અને પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આ સ્વદેશી મેળાના આયોજનમાં વિશિષ્ટ આકર્ષણ ઊભું કરશે મેળા ખાતે યોજાનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત સંસ્કૃતિ અને લોકકલાને ઉજાગર કરવામાં આવશે. દરેક હાથને કામ અને દરેક કામને સન્માન એવા આદર્શ સાથે સ્થાનિક કારીગરોને રોજગારી પૂરી પાડવા તથા સ્થાનિક કલાઓને આગળ લાવવા માટે આયોજિત આ સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement