For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SVPI એરપોર્ટે હાંસલ કર્યો 10 મિલિયન પેસેન્જરનો માઇલસ્ટોન

05:17 PM Feb 10, 2024 IST | Bhumika
svpi એરપોર્ટે હાંસલ કર્યો 10 મિલિયન પેસેન્જરનો માઇલસ્ટોન

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.

Advertisement

આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એસવીપીઆઇ એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. 20 નવેમ્બર 2023ના રોજ એરપોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી. એસવીપીઆઇ એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં 9,000 ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો વધારો થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. હાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement