સુત્રાપાડાના લોઢવા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે કર્યું બે ગાયનું મારણ
11:47 AM Apr 28, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
સુત્રાપાડા ના લોઢવા ગામે વાડી વિસ્તારમાં ગૌશાળાની ગાયો ગામના દડ વિસ્તારમાં રોજ ગાયો ચરવા માટે જઈ રહી છે. આજે ધોળા દિવસે આ ગાયોના ઝુંડમાં એક સિંહ ઘુસી આવતા બે ગાયોનું મારણ કર્યું હતું. સુત્રાપાડા તાલુકામાં પાંચથી છ સિંહનો વસવાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે ત્યારે લોઢવા ગામે ધોળા દિવસે સિંહે ગાયોનું મારણ કરતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અવાર નવાર સિંહ દીપડાઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો સુધી આવી પહોંચતા હોય છે વધુ એકવાર ગાયો પર સિંહનો હુમલો જોવા મળ્યો છે.
Next Article
Advertisement