For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રના 23 ડેમોમાં સતત પાણીની આવક: 15 ઓવરફ્લો

04:24 PM Jul 23, 2024 IST | admin
સૌરાષ્ટ્રના 23 ડેમોમાં સતત પાણીની આવક  15 ઓવરફ્લો

સાત ડેમના 1થી 4 ફૂટ દરવાજા ખોલાયા, નદીકાંઠાના અને હેઠવાસના વિસ્તારોને સાવચેત કરાયા: ભાદર ડેમની સપાટી 21 ફૂટે પહોંચી

Advertisement

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે છ જિલ્લાના 23 જળાશયોમાં વધુ નવાનીરની આવક નોંધાઈ છે. આથી 23 ડેમ પૈકી 15 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે અગાઉ ઓવરફ્લો થયેલા સાત જળાશયોના દરવાજા એકથી ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ગઈકાલે પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરના ભાદર ડેમની સપાટી 21 ફુટ પહોંચી તેમજ ફોફળ, સરસોઈ, પન્ના, ફુલજર-1, ઉંડ-3, વાડીસંગ, રૂપારેલ, વર્તુ-1, ગઢડી, સોનમતી, સીંઘણી, સાબરકા, મીણસર અને સોરઠી સહિતના 15 ડેમ 1થી 3 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યા છે. હાલ પણ પાણીની આવક ચાલુ હોય ડેમ વધુ ફૂટે ઓવરફ્લો થવાની સંભાવના જોવાઈ રહી છે. એક દિવસમાં રાજકોટ જિલ્લાનો 1, જામનગર જિલ્લાના 6, મોરબી જિલ્લાનો 1, પોરબંદર જિલ્લાનો 1 અને દ્વારકા જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થયા છે.

ગઈકાલે અનેક જિલ્લાઓમા પાંચથી 12 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં ભાયાવદર પાસેનો મોજ ડેમ ઓવરફ્લો 15 ગેટના દરવાજા 5 ફૂટ ખોલાયા ભાયાવદરમાં તથા મોજડેમ વિસ્તારના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડે છે. તેથી ભાયાવદરનો મોજ ડેમ 44 ફૂટનો છે તે ઓવરફ્લો થયેલ છે. અને 15 ગેટના દરવાજા 5 ફૂટ ખોલાયા છે. મોજડેમમાં આવતા ગામો મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા, કેશળ, પાઠલ, ચેતવણી આપવામાં આવી છે. નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા આથી સુચના આપવામાં આવી છે. મોજડેમ ઉપર જનતા ઉમટી પડી છે. આજે ભાયાવદર ગામની રૂપાવટી નદી તથા હોકળી બે કાંઠે પુર આવેલ છે. કોઈપણ જાતની જાનહાની થયેલ નથી. આજે સવારે 9થી 1 સુધીમાં 4 ઈંચ વરસાદ પડેલ છે. અરણી-4, વડાળી-5, ખીરસરા 4, સાજડિયાળી 3, જામ ટીંબળી 5, ચિત્રાવડ-5, મોજ ખીજડિયા-4, વરસાદ પડેલ છે.

Advertisement

ધોરાજીનો ભાદર 2 ડેમ સતત બીજી વખત થયો ઓવર ફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ના કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં થઈ પાણી ની આવક થઈ હતી પાણીની આવક વધતા ભાદર 2 ડેમ ના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા ભાદર 2 ડેમ માં 2600 ક્યુસેક ની આવક તો 2600 ક્યુસેક ની જાવક નોંધાઈ છે ભાદર 2 ડેમ હેઠળ આવતા માણાવદર, કુતિયાણાના, પોરબંદર સહિત 19 ગામોને કરાયા એલર્ટ ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણાના અને પોરબંદર સહિત ના કુલ 68 જેટલા ગામો ને પીવાના પાણી ની અને સિંચાઇ નો પ્રશ્ન હલ થયો ધોરાજી થી લઇ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા હતા લોકોને નદીના પટમાં અવર જવરના કરવા તંત્રએ અપીલ કરેલ હતી.

ખાતે ભારે વરસાદના પગલે જંગલ માંથી પસાર થતી તમામ નદીઓ નાળાઓમાં પુર આવ્યુ હતું. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગીર પંથક માથી પસાર થતી શાહી નદી, દ્રોણની મચ્છુન્દ્રી નદી, રાવલ, બાબરીયા, થોરડી ગામ પાસેથી પસાર થતી શાંગાવાળી નદી, રૂૂપેણ નદી સહીતની નદીઓમાં પુર આવ્યુ હતું. સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરના પગથીયા પાસેથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને પાસે આવેલી નદી નાળાંમાં પણ ભારે પુર આવ્યુ હતું.

ગીરગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતાં, જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે 80 ભરાઈ ગયેલ છે. હાલનું લેવલ 108 મીટર છે. ઉંડાઇ 8.50 મીટર છે અને ગ્રોસ જથ્થો 25.4303 મી. ઘન મીટર છે. પાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા, તેમજ ઢોર ઢાખર અને વાહન પસાર કરવા નહીં. તેવી ચેતવણી અપાય જવા તેમજ સાવચેત રહેવા ગીરગઢડા તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા ઉના તાલુકાના ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર સહિત 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમનું લેવલ 108 મીટર, ઉંડાઈ 8.50 મીટર, જથ્થો 25.4306 મી.ઘ.મી., ઈનફ્લો 5297 ક્યુસેક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement