ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝ

12:01 PM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

ઘઉં, ચોખા, રિક્ષા સહિત રૂા.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ

Advertisement

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલ મહેશભાઇ અરજણભાઇ ભોળાની માલીકીના ગોડાઉન માંથી અનાજ સગેવગે કરતા હોવાની ફરીયાદ આધારે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલ મહેશભાઇ અરજણભાઇ ભોળાની માલીકીના ગોડાઉનમાં 3(ત્રણ) રીક્ષા ડ્રાઇવર સહીત અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

જેમાં સુત્રાપાડા તાલુકા ખાતેથી કુલ-4 સખ્શ જેમાં (1) રીક્ષા નં. જીજે-32-યુ-1904 ડ્રાઇવર 5ટણી જીશાન જાવીદભાઇ, રહે.સીંગસર, તા.સુત્રાપાડા, (ર) રીક્ષા નં. જીજે-3-જેડ-3427 ડ્રાઇવર અલવી શહેબાજહુસેન શબીરહુસેન, રહે.સીંગસર, તા.સુત્રાપાડા, (3) રીક્ષા નં. જીટીડબલ્યુ-4887 ડ્રાઇવર 5ઠાણ અરબાજખાન ઇમરાનખાન, રહે.સીંગસર, તા.સુત્રાપાડા તથા (4) મહેશભાઇ અરજણભાઇ ભોળાના ગોડાઉન 5રથી ઘઉં, ચોખા, બાજરી તથા રીક્ષા સહિતનો કુલ-1,87,861/-નો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રસંગે માન. કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આવી પ્રવૃત્તી કરતા અનાજ માફીયાઓને કડક સંદેશ આપતા જણાવેલ કે, સરકારી રાશનનું જો કોઇ વ્યકતી દ્વારા ડાયવર્જન કરવાના પ્રયાસો કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકારી અનાજનો લાભ મેળવતા લાભાર્થીઓ જો પ્રકારની પ્રવૃત્તીમાં જોડાયેલા જણાશે તો તેઓના રાશન કાર્ડમાં મળતા સરકારી લાભ તુરંત બંધ કરી દેવામાં આવશે. નાગરીકોને સલાહ આ5તા માન. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જણાવેલ કે, સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ભારતના નાગરીકોને પોષ્ટીક તથા ગુણવત્તા યુકત રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ કેટલાક લાભાર્થીઓ આ અનાજનો ઉપયોગ કરતા ન હોવાનું જણાય છે. જેથી આવા ગ્રાહકોએ સરકાર દ્વારા આ5વામાં આવતુ રાશન પોતાના પરિવારના ગુજરાન માટે ઉપયોગમાં લેવા સંદેશ આપેલ અને નજીવા લાભ ખાતર આ અનાજ અનાજ માફીયાઓને વહેંચી ન દેવા જણાવેલ છે.

Tags :
gujaratgujarat newsSutrapadaSutrapada news
Advertisement
Next Article
Advertisement