ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસપોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મહિલા મેડિકલ ઓફિસરનું શંકાસ્પદ મોત

05:30 PM May 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ શહેરનાં બસપોર્ટ પાછળ આવેલી બાલાજી હોસ્પિટલમા આજે મહીલા મેડીકલ ઓફીસરનુ અચાનક ઢળી પડતા મોત નીપજયુ હતુ . મૃતકનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેણીનુ કયા કારણોસર મોત નીપજયુ તે કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ શહેરનાં માધાપર ચોકડી પાસે આવેલ આસ્થા રેસીડન્સીમા રહેતા અને બસપોર્ટ પાછળ આવેલી બાલાજી હોસ્પીટલમા મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા એન્જલબેન ધવલભાઇ મારકણા (પટેલ) (ઉ.વ. રપ) (રહે. આસ્થા રેસીડન્સી માધાપર ચોકડી પાસે) એ આજે સવારે નોકરી પર બાલાજી હોસ્પીટલે હતા ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજયુ હતુ. આ ઘટના બાદ એ ડીવીઝન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.

એન્જલબેનનાં બે વર્ષ પુર્વે આસ્થા સાંગ્રીલા પાસે કિલનીક ચલાવતા ધવલભાઇ મારકણા સાથે લગ્ન થયા હતા . એન્જલબેનનુ મૃત્યુ કેવી રીતે થયુ એ કારણ જાણવા પોલીસે ફોરેન્સીક પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતુ. તેમજ આ ઘટના અંગે એન્જલબેનનાં માવતર પક્ષને પણ જાણ કરવામા આવી છે . હાલ એ ડીવીઝન પોલીસે તપાસ યથાવત રાખી હોવાનુ જાણવા મળી રહયુ છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement