For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત

06:06 PM Feb 20, 2025 IST | Bhumika
નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત

મૂળ ગુજરાત નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું કેનેડા ખાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. કેનેડા પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં મોત થયું હોવાનું જણાઈ રહયું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે જ્યારે નરેન્દ્રભાઈનું અવસાન થયું ત્યારે તેઓ તેમની ગાડીમાં હતા અને કાર બરફથી ઢંકાયેલી હતી અને કારનો ફેન પણ ચાલુ હતો. આથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગાડીમાં અચાનક કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતાં તેમનું મૃત્યુ થયું હોય શકે છે. પરંતુ તેઓ લાંબા સામે સુધી કારમાં કેમ હતા? તે વિશે કોઈ જાણકારી મળી નથી. કેનેડા સ્થિત નવસારીના નરેન્દ્રભાઈનો મૃતદેહ હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે જ્યાં તેમના મૃત્યુ અંગેની અન્ય વિગતો સામે આવશે પણ હાલ કેનેડા પોલીસ આ કેસ હાથમાં લઈને શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement