વેરાવળમાં બંધ મકાનમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
વેરાવળ હુડકો સોસાયટીમાં એકલા રહેતા મહીલાના ધરની બહાર તાળુ હતું અને તેનો મૃતદેહ ધરની અંદરથી મળી આવેલ હતો આ મહીલાના શરીર ઉપર થી સોનાના દાગીના ગુમ થયેલ છે તેમજ બનાવના સ્થળેથી સોઈ, ઈન્જીકશન, દવા મળી આવેલ હતી શંકા લાગતા મહીલાનો મૃતદેહ જામનગર પી.એમમાં ખસેડેલ છે.
વેરાવળ હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન અરૂૂણભાઈ ચાંડેગરા રહે.માનવ રેસીડેન્સી સામે હુડકો સોસાયટીમાં રહે છે તેના પતિ વલસાડ ચીખલી ગયેલ હતા તેમજ તેની દીકરી અમદાવાદ નોકરી કરે છે ધરથી થોડે દુર પ્રોવીઝનની દુકાન હોય ત્યાં બપોરે 11.30 સુધી દુકાને બેસેલ હતા ત્યારબાદ જાણીતાને કહેલ કે મારે કામ હોવાથી ધરે જાવ છું તે બહેન બપોરે 1.30 વાગ્યા સુધી પરત ન આવતા દુકાને બેસેલા વ્યકતી એ આજુ બાજુમાં રહેતાને ફોન કરતા ધરની બહાર તાળુ મારેલ છે તેવું કહેલ હતું પણ અચાનક મોબાઈલ ની રીંગ વાગવા લાગતા શંકાઓ જતા બારી ખુલ્લી હોવાથી અંદર પ્રવેશી બહેનને બહાર કાઢી સરકારી હોસ્પીટલ માં લઈ ગયેલ હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ બનાવના સ્થળે પહોચી ગયેલ હતી તે દરમ્યાન ફરજ ઉપરના ડોકટરે આ મહીલાને મૃત જાહેર કરેલ હતી.
પોલીસે તપાસ કરતા ચાવી કચરા ટોપલીમાંથી મળી આવેલ હતી અને તાળુ ખોલેલ હતું અંદર તપાસ કરતા ટેબલ ઉપર ઈન્જેકશન પડેલ હતું અને ડાબા હાથમાં સોઈનો ડાગ છે. ગાદલામાં લોહી મળી આવેલ હતું બાથરૂૂમ માં વિખરાયેલ પણ નજરે પડતું હતું.
ચોરવાડ રહેતા તેમના ભાઈ રમેશભાઈ પ્રજાપતિએ જણાવેલ કે તા.11ના સવારે 11.30થી 2 વાગ્યાની વચ્ચે આ બનાવ બનેલ હતો જેની ગંભીરતા લઈ તા.13ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ને આખી ઘટનાની જાણ કરતા તેમને જે તે અધિકારીઓને સુચનાઓ આપેલ હતી રમેશભાઈ પ્રજાપતી એ જણાવેલ હતું જયારે બનાવ બનેલ હતો ત્યારે બહેન એકલા હતા તેમના પતિ કામસર વલસાડ બાજુ રહેતા દીકરી અમદાવાદ નોકરી કરે છે બહેનના મૃતદેહમાંથી સોનાનો ચેઈન, કાનની બુટી તેમજ વીટી ગુમ થયેલ છે.
ફરજ પરના ડોકટરે જણાવેલ હતું કે મૃતદેહ શંકાસ્પદ લાગતા જામનગરમાં પેનલમાં પી.એમ માટે મોકલેલ છે તેના રીપોર્ટ હજુ સુધી આવેલ નથી તપાસ કરનાર અધિકારીએ અકસ્માત મોતનો ગુનો નોધી મોબાઇલ ફોન તેમજ જરૂૂરીયાત લાગતી વસ્તુઓ કબજે કરેલ છે.આ બનાવની ગંભીરતાને જોતા તાત્કાલીક ઉંડાણ પૂર્વક તપાસ કરવાની માંગ કરાયેલ છે.