સાવરકુંડલાના મઢડામાં મંદિર નજીક વોંકળાના કાંઠે શંકાસ્પદ મૃતદેહ મળ્યો
આધેડના શરીર પર ઇજાના નિશાન હોવાથી લાશ ફોરેન્સિકમાં ખસેડાઇ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામમાં એક શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. મોદા જવાના રસ્તે મંદિર પાસે પાણીના હોકળા નજીક 55 વર્ષીય જીલુભાઈ ખોખાભાઈ વઘોસીનો મૃતદેહ મળી આવ્યો છે.
સાવરકુંડલા રુરલ પોલીસને જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકના શરીર પર કેટલાક શંકાસ્પદ ઈજાના નિશાન મળી આવતા પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.પી. જયવીર ગઢવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ મોત હત્યાનો કેસ છે કે અન્ય કોઈ કારણોસર થયું છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
દરમિયાન, બગસરાના સાપર ગામ નજીક એક અલગ ઘટનામાં વહેલી સવારે એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂૂ કરી છે.