રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ

05:49 PM Jan 16, 2025 IST | Bhumika
Advertisement

ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ

Advertisement

ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા, કાળા-ધોળાના બેંક વ્યવહારો અંગે પણ તપાસ

રાજકોટમાં 27 જણાનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ આ મામલે ઇડીની ટીમે જેલમાં છેલ્લા બે દિવસથી મનસુખ સાગઠીયાની પુછપરછ શરુ કરી છે. મનસુખ સાગઠીયાની પુછપરછ માટે ઇડીને 10 દિવસ પૂર્વે મંજુરી આપવામાં આવ્યા બાદ ગઈ ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા સહિતના ત્રણ અધિકારીઓની ટીમ રાજકોટ દોડી આવી હતી.અને છેલ્લા બે દિવસથી જેલ માં પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની પુછપરછ શરુ કરી છે. ગઈકાલે સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની પુછપરછ કરવામાં આવ્યા બાદ આજે બીજા દિવસે ઇડીની ટીમે પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જેલમાં પુછપરછ શરુ કરી છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કર્યા બાદ હવે ઇડી દ્વારા સાગઠીયા વિરુદ્ધ કાર્યવાહી શરુ કરાતા પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સાથે સાઠગાંઠ ધરાવતા બિલ્ડરોમાં પણ સોપો પડી ગયો છે. ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા અને તેની સાથે તેમના બે આસિસ્ટન્ટ એમ કુલ ત્રણ અધિકારીઓ છેલ્લા બે દિવસથી રાજકોટ આવ્યા છે. અને જેલમાં પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની પુછપરછ કરી રહ્યા છે. પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાનું નિવેદન જેલમાં લેવામાં આવી રહ્યું છે. પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સાથે ફરજકાળ દરમિયાન લાભ લેનાર બિલ્ડરો અંગે પણ ઇડી તપાસ કરી રહી છે. પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ કરેલા કાળા-ધોળા અને બેંક વ્યવહારો અંગેની પણ તપાસ કરશે.

જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કારણે બનેલી આ ઘટનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા ગુનો નોધાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ પૂર્વ ચીફ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા સામે સરકારે લાલ આંખ કરી સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂૂપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂૂપિયા 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂૂપિયા 24,31,08,334નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કરી હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરો દ્વારા સાગઠિયાએ પોતાનાં તથા પોતાનાં પરિવારજનોનાં નામે વસાવેલી મિલકતો રૂૂપિયા 23,15,48,256ની મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્ત અંગે રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવ્યા બાદ મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવનાર હોય ત્યારે સાગઠીયાની બેનામી મિલકત બાબતે એસીબી દ્વારા ઇડીને જાણ કરી હતી. આ મામલે ઇડીએ પણ તપાસ માટે કોર્ટની મંજુરી માગી હતી જે બાબતે કોર્ટે 10 દિવસ પૂર્વે મંજુરી આપી હતી.

ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા સહિતના ત્રણ અધિકારીઓ છેલ્લા બે દિવસથી રાજકોટ આવ્યા હતા અને જેલમાં બંધ સાગઠીયાની પુછપરછ શરુ કરી છે. જેલમાં બંધ પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાનું ઇડી દ્વારા લેપટોપમાં નિવેદન લઇ તેની પ્રિન્ટ કાઢી તેમાં પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની સહી લેવામાં આવી હતી.

રાજકોટના ઈતિહાસમાં અધિકારીના ભ્રષ્ટાચાર મુદ્દે રાજકોટમાં પ્રથમ વખત ઇડીની તપાસ
ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કર્યા બાદ હવે ઇડીએ પણ તેના સામે ગાળિયો કસ્યો છે. રાજકોટના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત ભષ્ટાચાર મુદ્દે રાજકોટમાં પ્રથમ વખત ઇડી તપાસ કરી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગમાં એન્ફોર્સમેન્ટ યુનિટ તરીકે કાર્ય કરે છે. અને ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, હેઠળ વિનિમય નિયંત્રણ કાયદાના ઉલ્લંઘનને નિયંત્રિત કરવા માટે તેની રચના કરવામાં આવી હતી. જે હવાલા કાંડ સહિતની બાબતો ઉપર તપાસ કરે છે.રાજકોટમાં પ્રથમ વખત ઇડી તપાસ કરી રહી છે.

Tags :
EDgujaratgujarat newsjailrajkotrajkot newsSuspended TPO Sagathia
Advertisement
Next Article
Advertisement