For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સસ્પેન્ડ PI પાદરિયા હીરોસ્ટાઈલથી પોલીસમાં હાજર થયા

12:28 PM Dec 03, 2024 IST | Bhumika
સસ્પેન્ડ pi પાદરિયા હીરોસ્ટાઈલથી પોલીસમાં હાજર થયા
Advertisement

તૂરંત જામીન ઉપર છુટકારો, ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

સરદારધામના ઉપપ્રમુખ પર કથિત હુમલામાં ખૂનની કોશિશની કલમો હટાવાઈ

Advertisement

રાજકોટમાં ચર્ચાસ્પદ સરદારધામના ઉપપ્રમુખ ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં પી.આઈ સંજય પાદરીયા સામે હત્યાની કોશિષની કલમ રદ કરવાનો પોલીસે રીપોર્ટ કર્યા બાદ કોર્ટે હત્યાની કોશિશની કલમ રદ કરવા હુકમ કર્યા બાદ સી-સમરી ભરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ ગઈકાલે સાંજે પી.આઈ સંજય પાદરીયા ફિલ્મી હીરોની સ્ટાઇલથી તાલુકા પોલીસ મથકમાં હાજર થયા હતા. પોલીસે તેમને નોટીસ પાઠવી તેમને જમીન મુક્ત કર્યા હતા અને ફરી હાજર નોટીસ આપી છે. પીઆઈ સંજય પાદરીયાને નોટીસ આપી જવા દેવામાં આવ્યા બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ તેમનું ફૂલહારથી સ્વાગત કરી ફટાકડા ફોડ્યા હતા જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સરદારધામના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા અને જુનાગઢના પીઆઈ સંજય પાદરીયા વચ્ચે ગત 25/11ના રોજ થયલી માથાકૂટ બાદ પી.આઈ પાદરીયા દ્વારા જયંતિભાઈ સરધારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે ઉતાવળમાં પીઆઇ સંજય પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશિશ જેવી ગંભીર કલમનો ગુન્હો નોંધ્યો હતો. બીજી બાજુ આ બનાવમાં પોલીસે ઉતાવળે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધ્યાની વાતો વહેતી થઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા. જેમાં જયંતિ સરધારાએ જ સૌ પ્રથમ પીઆઈ સંજય પાદરીયાનો કાઠલો પકડીને પાટુ માર્યું હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ ફરી તપાસના આદેશ આપતા સમગ્ર મામલે તબીબી રીપોર્ટ આધારે જયંતિભાઈ સરધારાને થયલ ઈજા જીવલેણ નહી હોવાનું અને પીઆઈ સામે હત્યાની કોશિષની કલમ રદ કરવા પોલીસ દ્વારા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ આ હત્યાની કોશિષના ગુનામાં એક સપ્તાહથી વોન્ટેડ પી.આઈ સંજય પાદરિયા વતી કોઈ વકીલ નહીં રોકાય તેવો ઠરાવ રાજકોટ બાર એસોસીએશન દ્વારા કરવામાં આવ્યો હતો. પીઆઈ સંજય પાદરીયાનો કેસ કોઈ વકીલ નહી લડે તેવો અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ ભારે વિરોધ વચ્ચે ગઈકાલે મળેલી રાજકોટ બાર એસોસીએશનની બેઠકમાં આ ઠરાવને અંતે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં એક સપ્તાહ થી પી.આઈ સંજય પાદરીયા ફરાર હોય તે વચ્ચે કોર્ટમાં બંને પક્ષના વકીલની દલીલોને સાંભળીને સાંજે કોર્ટ દ્વારા હત્યાની કોશિશની કલમ રદ કરી પોલીસને સી-સમરી ભરવા ઓર્ડર કર્યો હતો. એક સપ્તાહથી ફરાર પીઆઈ સંજય પાદરીયા અંતે ફિલ્મી હીરોની સ્ટાઇલથી તાલુકા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે નોટીસ પાઠવી જવા દીધા છે હવે ફરી નોટીસમાં જણાવ્યા મુજબના દિવસમાં તે હાજર થઈ પોતાનો જવાબ નોંધાવશે.

બીજી આજે પી.આઈ સંજય પાદરીયાનો જામીન પર છુટકારો થયાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.જેમાં પી.આઈ સંજય પાદરીયાના સર્મથકો દ્વારા ફટાકડા ફોડી અને પેંડા વેચી તેમના મુક્તિની ઉજવણી કરવામાં આવી હતી. સંજય પાદરીયા પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બહોળી સંખ્યામાં સમર્થકોએ તેમનો અદકેરુ સ્વાગત કરી કુમકુમ તિલક કરીને તેઓને ઘર વાપસીને વધાવવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement