GSCIIFCLમાં ગેરકાયદે ડાયરેક્ટર બનેલા કૌશિક વેકરિયાને સસ્પેન્ડ કરો: કોંગ્રેસ
અમરેલીમાં સોસાયટીમાં સભ્ય હોવાનું સાહિત્ય ઉભું કરાયું હોવાનો દાવો
ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.હા.ફા. કોર્પો.લી.-અમદાવાદમાં ગેરકાયદેસર અને નિયમો વિરૂૂધ્ધ સભાસદ થઈ ડિરેકટર બનેલા કૌશિકભાઈ કાંતીભાઈ વેકરીયા સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી છે.
આ અંગે તેમણે રજીસ્ટ્રાર સહકાર મંડળીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ હાઉસીંગ મંડળીમાં સભ્ય ત્યારે જ બની શકે તેઓ પોતે ત્યાં મકાન ધરાવતા હોય અને તેનાં ઉદ્દેશો પ્રમાણે કામગીરી કરતા હોય, કૌશિકભાઇ વેકરીયાના કેસમાં મંગળ સોસાયટી, બટારવાડી અમરેલી ખાતે આવેલી છે, જુની સોસાયટી છે 14 મકાનો છે, અને પોતે રૂૂમ.250/- ભરીને સભ્ય બનીને ચુંટણી લડવા આવ્યા છે. હકીકતમાં તેઓ ત્યાં સભ્ય છે જ નહી, માત્ર સાહિત્ય ઉભુ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગૃહ, મંડળીના ઓડીટમાં રજીસ્ટર દસ્તાવેજથી મિલ્કત તબદીલ નામફેર કર્યાનાં કિસ્સાઓ ધ્યાનમાં આવે તો તેવા લેખો સહિતની વિગતોની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ પુરી રકમ વપરાયેલ છે કે કેમ ? સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર તરફથી વિજીલન્સ ટીમની નિમણૂંક કરવામાં આવેલ છે તેવી ટીમે આવી કોઇ તપાસ કરેલ છે કે કેમ? ગેરકાયદેસર નહી પરંતુ ગુનહિઇત પ્રવૃતિ ધરાવતા માનસવાળી પ્રવૃતિ હોય, તે ફોજદારી ગુન્હો બનતો હોય તો તે પણ રાજય રજીસ્ટ્રાર તરીકે સહકારી હિતને ધ્યાનમાં રાખી આવો ગુન્હો દાખલ કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.