રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગરમીથી તોબા: બે દિવસમાં લૂ લાગવાના 44 કેસ

04:14 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જ ગરમીના લીધે કેસો માં વધારો જોવા મળ્યો છે, છેલ્લાં અડતાલીસ કલાકમાં જ રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને 44 કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાંથી 18 જેટલા કેસ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં નોંધાયા છે. જેની 108 તાત્કાલિક સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે અને નજીકના હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે.ગરમીની ઋતુ ચાલું થઈ ગઈ છે. સૂર્ય દેવતાએ તેમનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું છે. પૃથ્વી પર જેમ-જેમ હરિયાળી ઓછી થઈ રહી છે અને ગ્રીન કવર ઘટતું જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આ વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર પણ સજાગ બન્યું છે.

Advertisement

108 ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે એ જણાવાયું હતુ કે 108 દ્વારા લૂ થી બચવા માટે સૂચનો બહાર પાડવામાં આવ્યા છે જેમ કે, સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું જોઈએ.. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, સગભો માતા અને નવજાત શિશુ ને લૂ ના લાગે એવી કાળજી રાખવી જોઈએ. હવામાન વિભાગ યલ્લો એલર્ટ જાહેર કરાયું એ અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા ની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ ઉપર મોકલવામાં આવી છે અને જિલ્લા ની તમામ 108 એમ્બ્યુલન્સ ને સજ્જ કરી દેવાની સુચન કર્યું છે. તમામ 108 એમ્બ્યુલન્સ ગરમી કે લૂ સબંધિત કોઈપણ પ્રકારના કિસ્સાઓ પ્રતિસાદ આપવા માટે તમામ એમ્બ્યુલન્સ પુરતા પ્રમાણમાં દવાઓ, સંશાધનો, ઈન્જેકશન, ઓઆરએસ, ગ્લુકોઝ, સહિત ઓક્સિજન નું જથ્થો પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ તાલીમબદ્ધ અને કટિબદ્ધ છે.

 

લૂ લાગવાના ચિહ્નો જણાય તો શું કરવું?
લૂ લાગવાના ચિન્હો જણાય તો તરત જ 108 ને મદદ માટે કોલ કરવો જોઈએ. જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો જોઈએ.લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. લેબરો જો તડકામાં કામ કરતાં હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ જેથી ઊલટી જેવી બીમારીથી બચી શકાય.

Tags :
gujaratgujarat newsheat strokerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement