ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત વર્ષની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવામાં આવનાર છે. પરંતુ બોર્ડ દ્વારા અન્ય કામગીરી જેમાં પરીક્ષાનો કાર્યક્રમ તથા ફોર્મ ભરવા માટેની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
ગત વર્ષ કરતા આ વખતે એક દિવસ વહેલા પરીક્ષા શરૂૂ કરવામાં આવનાર છે, પરંતુ હજુ સુધી બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો નથી. ઉપરાંત ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી નથી. ગત વર્ષે બોર્ડે દિવાળી વેકેશન પહેલા જ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો અને ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂૂ કરી દીધી હતી. જેથી હવે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ જ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ થાય તેમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ માસમાં લેવાતી હતી.
પરંતુ બોર્ડની ગત પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂૂ કરવામાં આવી હતી. જેને જાળવી રાખતા બોર્ડ દ્વારા આગામી પરીક્ષા પણ ફેબ્રુઆરી માસમાં જ લેવાનું આયોજન કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષની શરૂૂઆતમાં જાહેર કરવામાં આવેલા એકેડમિક કેલેન્ડર અનુસાર, શિક્ષણ બોર્ડની આગામી ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂૂ કરવામાં આવશે અને 16 માર્ચના રોજ આ પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે છેલ્લી પરીક્ષા બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂૂ કરવામાં આવી હતી. આમ, આગામી પરીક્ષા એક દિવસ વહેલા લેવામાં આવશે.
આમ, આ વખતે પણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસમાં જ પરીક્ષા લેવામાં આવનાર હોવા છતાં કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા હજુ સુધી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કયાર્3ે ન હોવાનું જાણવા મળે છે. છેલ્લી પરીક્ષા માટે બોર્ડ દ્વારા 15 ઓક્ટોબર, 2024ના રોજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. જ્યારે સ્કૂલોમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો.
આમ, ગત વર્ષે બોર્ડ દ્વારા વેકેશનની શરૂૂઆત પહેલા જ ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂૂ કરી દીધી હતી. જોકે, ચાલુ વર્ષે રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે બોર્ડે હજુ સુધી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો નથી અને બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂૂ કરી ન હોવાનું જાણવા મળે છે. આમ, આ તમામ પરિબળો જોતા હવે રાજ્યમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ જ બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. જોકે, હાલમાં સ્કૂલો દ્વારા ગમે ત્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ થઈ શકે તેમ હોવાથી વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ભરવા માટેની જરૂૂરી વિગતો એકત્ર કરી લીધી હોવાનું જાણવા મળે છે.