For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક

11:09 AM Apr 26, 2025 IST | Bhumika
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક

સુરત-અમદાવાદ સહિતના શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતા 700 જેટલા બાંગ્લાદેશીની અટકાયત: એસઓજી-ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન

Advertisement

કાશ્મીરના પહેલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ ગુજરાતમાં પોલીસ પણ એકશન મોડમાં આવી છે. ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી 1000 જેટલા બાંગ્લાદેશીની અટકાયત કરી આ તમામ બાંગ્લાદેશીઓના તેમના ડોક્યુમેન્ટની તપાસ શરૂૂ કરાઈ છે. રાજ્ય પોલીસ વડાની સુચનાથી સુરત,અમદાવાદ અને વડોદરા સહિતનાના શહેરોમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની અલગ અલગ ટીમોએ ઓપરેશન હાથ ધરીને ગુજરાતમાં ગેરકાયદે વસતા 1000 જેટલા વધુ બાંગ્લાદેશીની અટકાયત કરી છે.

ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોલીસે ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે. જ્યારે સુરતમાંથી 132 ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાતા ઘૂસણખોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસની કડક હાથે કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતની ધરતી પર રહેતા 1000 જેટલા બાંગ્લાદેશીઓની પકડી પાડવામાં આવ્યા છે. સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદાવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન 6 તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધરાયુ હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે.પાકિસ્તાન વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધા બાદ ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરી છે.

પોલીસ દ્વારા બાંગ્લાદેશી સામે કાયવાહી શરૂૂ કરવામાં આવી છે. આ લોકો પાસે ડોક્યુમેન્ટ હોતા નથી, ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે. ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની હોમ મિનિસ્ટ્રીમાં પ્રપોઝલ મુકવામાં આવશે. ત્યાંથી ડિપોટેશન કરવાના આદેશ કરવામાં આવશે તો તેમને ડિપોર્ટ કરવામાં આવશે. ક્યાંથી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement