For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના યુગલે આબુના જંગલમાં સજોડે ઝેરી દવા પી કરેલી આત્મહત્યા

11:22 AM Feb 28, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરના યુગલે આબુના જંગલમાં સજોડે ઝેરી દવા પી કરેલી આત્મહત્યા

ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગરના કપલે આપઘાત કર્યો છે. યુગલ માઉન્ટ આબુમાં હોટલમાં રોકાયું હતું. અને પછી ભાડાનું સ્કૂટર લઈને જંગલ તરફ ગયા હતા. થોડા સમય પછી, બંનેમાંથી એકે હોટેલ પર ફોન
કરી પોતે દવા પીધાનું જણાવી મદદ માંગી હતી આથી હોટલના કર્મચારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, બન્નેના મોત નિપજ્યા હતાં.

Advertisement

માઉન્ટ આબુ પોલીસે જણાવ્યું કે ગુજરાતી કપલ બે દિવસ પહેલા માઉન્ટ આબુની મુલાકાતે આવ્યું હતું. તેઓ હોટલમાં રોકાયા હતા. હોટલના સ્ટાફ સાથે પૂછપરછ કર્યા બાદ તેણે સ્કૂટર ભાડે કરીને આબુના જંગલોમાં ફરવા ગયો હતો. તેઓ બુધવારે બપોરે હોટલમાંથી નીકળી ગયા હતા. સાંજ સુધીમાં ગુરુ શિખર પરથી શૂટિંગ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા. થોડા સમય પછી હોટલના કર્મચારીને મોબાઈલ ફોન પર જાણ કરવામાં આવી અને જીવ બચાવવા માટે મદદ માંગવામાં આવી. બાદમાં પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. થોડા સમય બાદ યુવતીનું ત્યાં જ મૃત્યુ થયું હતું અને તે પછી યુવકનું મોત થયું હતું. બંનેએ ઝેર પી લીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે હોટલના યુવકે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં બંને બેભાન અવસ્થામાં પડ્યાં હતાં. સ્થાનિક લોકોની મદદથી પોલીસે બંનેને ગ્લોબલ હોસ્પિટલ લઈ ગયા. અહીં સારવાર દરમિયાન પહેલા યુવતીનું અને એક કલાક બાદ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. તેમજ પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પરિવારના સભ્યો આવ્યા બાદ તેમના રિપોર્ટના આધારે કેસ નોંધવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement