સુરતનો હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મૂકાયો
05:27 PM Oct 17, 2025 IST | Bhumika
લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળી થોડી આશા લઈને આવી છે. લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં વધારાને કારણે, હીરા ઉદ્યોગ ફરી એકવાર તેજીનો અનુભવ કરી રહ્યો છે. આ સકારાત્મક વાતાવરણને પગલે, આ વખતે દિવાળીની રજાઓ ટૂંકી રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સામાન્ય રીતે, દિવાળી દરમિયાન સુરતમાં હીરાના કારખાનાઓ 21 થી 25 દિવસ બંધ રહે છે.
Advertisement
પરંતુ આ વર્ષે, લેબગ્રોન હીરાની માંગને કારણે વેકેશન ફક્ત 10 થી 15 દિવસ રહેવાની શક્યતા છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં કુદરતી હીરાની માંગમાં ઘટાડો થવાને કારણે મંદીને કારણે સુરત હીરા ઉદ્યોગ લાંબા સમયથી મુશ્કેલીમાં હતો. વિદેશમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લેબગ્રોન હીરાની માંગમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. ચીનમાં માંગ વધવાને કારણે લેબગ્રોન હીરાના ભાવમાં 13 થી 15 ટકાનો વધારો થયો છે.
Advertisement
Advertisement