સ્વચ્છ હવા સર્વેક્ષણમાં સુરત દેશના ટોચના ત્રણ શહેરોમાં સામેલ
ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે. કેન્દ્રીય પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત પસ્વચ્છ હવા સર્વેક્ષણ-2025થમાં સુરત દેશના ટોચના ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સુરતને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિદ્ધિ સાથે, સુરતે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે 10 પુરસ્કારો જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આયોજિત આ સર્વેક્ષણમાં દેશભરના 130 શહેરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં, શહેરોનું મૂલ્યાંકન હવાની ગુણવત્તા, પ્રદૂષણ નિયંત્રણ પગલાં અને પર્યાવરણીય જાગૃતિના આધારે કરવામાં આવે છે. સુરતે આ સર્વેક્ષણમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને ટોપ-3 સ્થાન મેળવ્યું છે, જે પર્યાવરણ પ્રત્યે શહેરની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અગાઉ, 2024 ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે, સ્વચ્છ હવા સર્વેક્ષણ-2024 માં પણ સુરત દેશમાં પ્રથમ ક્રમે હતું. બે વર્ષ પહેલાં, 2022 માં કરવામાં આવેલા આ જ સર્વેક્ષણમાં, સુરત 13મા ક્રમે હતું, જ્યારે ઇન્દોર પ્રથમ ક્રમે હતું. આ પછી, હવાની ગુણવત્તા સુધારવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (જખઈ) દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા, જેનું પરિણામ આજે બધાની સામે છે.