ગુજરાતના 19 PSIને PIના પ્રમોશન આપવા સુપ્રીમનો આદેશ
ગુજરાત પોલીસના 2012 ની બેચના 40 પીએસઆઈને પી.આઈ તરીકેની બઢતી ઉપર લગાવેલી રોક મામલે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર સામેનો મનાઈ હુકમ રદ કરી 40 પીએસઆઈને પી.આઈ તરીકે બઢતી આપવા હુકમ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા 40 પીએસઆઈને આપેલ પ્રમોશન સામે સ્ટે આપી તમામને પીએસઆઈ માંથી પરત હેડ કોન્સ્ટેબલ બનાવવા ઑર્ડર કરેલ જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે તે બેચે સ્ટે લીધેલ હતો એટલે પીઆઈ પ્રમોશન આવતું ન હતું આજરોજ સુપ્રીમ કોર્ટેમાં કેસની ફાઇનલ સુનવણી પર ઓર્ડર કરતા તેઓને સમર્થન કરતા ઓર્ડર થયો અને હાઇકોર્ટ હુકમ રદ કર્યો એટલે એમના 40 PSI માંથી હાલમાં 19 PSI ફરજ પર રહ્યા છે તેમને સુપ્રીમ ઓર્ડર આવતાની સાથે પીઆઈ પ્રમોશન મળશે.
2012ની બેન્ચના 19 પીએસઆઈને પી.આઈ બનાવનો અવરોધ દુર થતા હવે ટુક સમયમાં બઢતી આપવામ આવશે જેમાં પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, જનકસિંહ રાણા, મુળરાજસિંહ અને દિલાવરસિંહ સહિતના 19 પીએસઆઈ ને જૂની તારીખથી પી.આઈ તરીકેની બઢતી આપવા સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો છે. ઓર્ડર મળ્યે 40 ફોજદારને થયેલ અન્યાય દૂર થશે આ બઢતીમાં 40માંથી હાલ 19 પીએસઆઈ ફરજ ઉપર ચાલુ છે તેમણે તુરંતમાં પ્રમોશન મળશે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજદાર તરફે એડવોકેટ મહેશ કુમાર અને એડવોકેટ અનીરુધ્ધા પુરુષોતમ રોકાયા હતા