રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચો

11:20 AM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મામા જૂથનો જવલંત વિજય, ભાણેજ જૂથનો કારમો પરાજય

28 વર્ષ બાદ યોજાયેલ રાજકોટ નાગરિક બેંકની 15 બેઠકોના પરિણામ જાહેર

રાજકોટ નાગરિક બેંકની ગત રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામો આવી જતા સતાધારી સહકાર પેનલનો જંગી લીડથી વિજય થયો છે.

21 ડિરેકટરોની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં સહકાર પેનલને 6 બેઠકો બિનહરીફ મળ્યા બાદ બાકીની 15 બેઠકો માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 96.39 ટકા મતદાન નોંધાયું હતું.

દરમિયાન આજે રૈયા સર્કલ પાસે આવેલ નાગરિક બેંક ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં તમામ 15 બેઠકો ઉપર સહકાર પેનલના ઉમેદવારો નાગરિક બેંકની પ્રતિષ્ઠાભરી અને હાઇવોલ્ટેજ ચુંટણીના આજે પરિણામો શરૂ થતા મહીલા અનામત બેઠકો ઉપર સહકાર પેનલનાં બન્ને મહીલા ઉમેદવારો જયોતિબેન ભટ્ટ અને કિર્તીબેન જાદવનો ભવ્ય વિજય થયો હતો.

સહકાર પેનલના જયોતિબેન ભટ્ટને 320માંથી 290 અને કિર્તીદાબેન જાદવને 286 મત મળ્યા હતા. જયારે સંસ્કાર પેનલના દિનાબેન બોઘાણીને માત્ર 38 મત જ મળતા તેમનો કારમો પરાજય થયો હતો.

આ ઉપરાંત અન્ય 13 બેઠકોની મત ગણતરીમાં પણ સહકાર પેનલના ઉમેદવારોનો જવલંત વિજય થયો હતો અને તમામ 15 બેઠકો ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. જયારે સંસ્કાર પેનલનું ખાતુ પણ ખુલ્યુ ન હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક બેંકમાં 28 વર્ષ બાદ ચુંટણી યોજાઇ હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે જુથ જયોતિન્દ્રભાઇ મહેતા ઉર્ફે મામા અને તેના ભાણેજ કલ્પક મણીયારે સામસામે પેનલો ઉભી રાખી હતી. પરિણામે આ ચુંટણી ભારે હાઇવોલ્ટેજ બની હતી. કાનુની દાવપેચ અને રાજકીય કાવાદાવા- આક્ષેપબાજી પણ થઇ હતી.

જો કે આજે પરિણામો આવી જતા દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે અને મતદારોએ સહકાર પેનલને સમર્થન આપી સંસ્કાર પેનલને તમાચો માર્યો છે.સહકાર પેનલના ઉમેદવારોને રાજકોટ શહેરના 189 મત માંથી સરેરાશ 150 કરતા વધુ મત મળ્યા હતાં. ત્યારે સંસ્કાર પેનલના એક પણ ઉમેદવારને પુરા 40 મત પણ મળ્યા નથી.
ગુજરાતમા પ્રથમ વખત કોઇ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. બેંકના ડેલિગેટ્સ મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરતા સાંજે 4.00 વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં 7 મતદાન મથકો પર કુલ 96.39% મતદાન નોંધાયું હતું.

બેંકના મહિલા ડેલિગેટ્સ મતદારોનું 97.73% તથા મહિલા અનામત 2 બેઠકો માટે કુલ 96.39% તથા રાજકોટ મતક્ષેત્રની જનરલ 13 બેઠક માટે 96.43% જેટલું ઊંચું મતદાન કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના પૂર્ણ થયું હતું.

ખાસ કરીને શહેર વિસ્તારની 11 બેઠકો ઉપર સંસ્કાર પેનલના ઉમેદવારો લડતા હોવાથી આ 11 બેઠકોના પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી હતી પરંતુ આ 11 બેઠકો ઉપર પણ કલ્પક મણિયાર જુથ ખાસ કંઈ ઉકાળી શકયું નથી અને મતદારોએ આ જુથને જાકારો આપ્યો છે.નાગરિક બેંકના કથિત કૌભાંડો પણ ચગાવવામાં આવ્યા હતાં પરંતુ આ કૌભાંડોની કોઈ નકારાત્મક અસર મતદારો ઉપર દેખાઈ નથી.

સહકાર પેનલના વિજેતા ઉમેદવારોને 189 માંથી મળેલા મત

  1. હસુભાઇ ચંદારાણા - 156
  2. માધવ દવે - 158
  3. ચંદ્રેશ ધોળકિયા - 157
  4. અશોક ગાંધી - 152
  5. બ્રિજેશ મલકાણ - 150
  6. દેવાંગ માંકડ - 160
  7. નરસિંહ મેઘાણી - 151
  8. કલ્પેશ પંચાસરા - 154
  9. વિક્રમસિંહ પરમાર - 151
  10. જીવણભાઈ પટેલ- 154
  11. દિનેશ પાઠક - 154
  12. રાજકોટીયા ચિરાગ -148
  13. ભૌમિક શાહ - 150
    (મહિલા વિભાગ-320 મત)
  14. જયોતિબેન ભટ્ટ - 290
  15. કીર્તિદાબેન જાદવ- 296
Tags :
gujaratgujarat newsnagarik banknagarik bank electionnagarik election resultrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement