રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળમાં ભેળસેળની ફરિયાદ બાદ પેટ્રોલ પંપ સીઝ કરતા પુરવઠા અધિકારી

12:00 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

વેરાવળમાં જૂનાગઢ રોડ પર આવેલ પેટ્રોલ-ડીઝલ પંપ ઉપર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા અનેક ગેરરીતિ સામે આવતા તાત્કાલિક અસરથી પંપને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

વેરાવળમાં અમુક પેટ્રોલ પંપો ઉપર ગેરરીતી થતી હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી હતી. દરમ્યાન ગત રાત્રીના જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાની સુચનાથી અધિક કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પુરવઠા અધિકારીની ટીમે વેરાવળમાં આદિત્ય બિરલા કંપનીની સામેના ભાગે આવેલા પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલ હતુ. જેમાં પંપ ઉપર પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ સામે આવી હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ગત તા.29 થી પેટ્રોલ ડીઝલનો સ્ટોક રજીસ્ટર પણ નિભાવેલ ન હોવાનું સામે આવ્યુ હતુ. પેટ્રોલ પંપ સંચાલક દ્વારા લુઝ પેટ્રોલ ડીઝલનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતુ. જેના પગલે હાલ આ પેટ્રોલ પંપને તાત્કાલિક અસરથી સીઝ કરી દેવામાં આવ્યો છે અને જેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે જિલ્લા પુરવઠા અધિકારીની અચાનક પેટ્રોલ પંપ ઉપર કાર્યવાહીના પગલે ગેરરીતિ આચરતા અન્ય પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જો તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગેરરીતિ આચરતા પેટ્રોલ પંપ સંચાલકો ઉપર અંકુશ આવી શકે સાથે સાથે આમ નાગરિકોને પણ ફાયદો થઇ શકે તેવી લાગણી સામાન્ય નાગરિકોમાં જોવામળી રહી છે.

Tags :
gujaratgujarat newspetrol pump seized
Advertisement
Next Article
Advertisement