ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંધશ્રધ્ધાએ લીધો માસુમનો ભોગ!!! બાળકને સર્પદંશ બાદ હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત, જુઓ વિડીયો

06:40 PM Sep 04, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

આજના ટેકનોલોજીના યુગમાં પણ અનેક વખત અંધશ્રધ્ધાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધાને ડામવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે આ વચ્ચે ભરૂચમાંથી એક અંધશ્રધ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચમાં અંધશ્રધ્ધાના કારણે એક માસુમ બાળકનો જીવ ગયો છે.

ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાએ એક બાળકનો ભોગ લીધો છે. બાળકને સાપે ડંખ માર્યા પછી તેને હોસ્પિટલ લઈ જવાના બદલે તેના પરિવાજનો તેને ભૂવા પાસે લઈ ગયાં હતાં. ત્યારે અંધશ્રધાના કારણે બાળકનો જીવ ગયો છે. ત્યારે હવે આ મામલે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથાએ માંગ કરી છે. વિજ્ઞાનજાથાની માગ છે કે ભૂવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

વિજ્ઞાન જાથાના અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાએ એક બાળકનો ભોગ લીધો છે. અમે ભરૂચ જઈને બાળકના માતા-પિતાને સમજાવીશું. એમ પણ કહ્યું કે સરકારે વિધાનસભામાં પસાર કરેલા બિલને રાજ્યપાલે મંજુરી આપી છે. ત્યારે હવે બિલની કડક અમલવારી થાય તે માટે અમે માગ કરી છે.'

Tags :
bharuchBharuch newsdeathgujaratgujarat newssnakebiteSuperstition
Advertisement
Advertisement