For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

05:08 PM Apr 18, 2025 IST | Bhumika
રાજકોટ મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

Advertisement

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં. 09006 રાજકોટ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટ થી 6.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલથી 29 મે, 2025 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09005 મુંબઈ સેન્ટ્રલ - રાજકોટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 23.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે, 2025 સુધી ચાલશે.

Advertisement

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે. ટ્રેન નંબર 09005 અને 09006 નું બુકિંગ 19.04.2025 થી તમામ પીઆરએસ પર ખુલ્લું રહેશે. કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂૂ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement