સુનિતા વિલિયમ્સની વાપસીથી ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ
ભારતીય મૂળના અને મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામની વતની તેમજ અમેરિકામાં રહેતા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષની સફરથી નવ મહિના બાદ પરત ફર્યા છે. હેમખેમ પરત આવે તે માટે વતનના ઝુલાસણ ગામમાં લોકોએ પ્રાર્થનાઓ કરી હતી અને 108 લધુરૂૂદ્ર અને શિવયજ્ઞ કર્યા હતા.
અંતરિક્ષની સફરે ગયેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી કર્મચારી સતત નવ મહિના સુધી અંતરિક્ષમાં અટવાઈ પડ્યા હતા. ત્યારે હવે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી છે. સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામમાં ઝુલાસણમાં પણ હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનિતાને લેવા ગયેલુ યાન વહેલી સવારે કોલિફોર્નિયાના સમૂદ્રમાં લેન્ડ થયુ હતુ. ત્યારે આખુ ઝુલાસણ ગામ રા આખી જાગ્યુ હતુ અને યાનનું સફળ ઉતરાણ થતા જ ગામલોકો ઝુમી ઉઠ્યા હતા.
9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતાં પિતરાઇ ભાઇ દિનેશ રાવલે કહ્યું કે જ્યારે તે પરત ફરી, તો અમે ખુશીથી ઉછળી. હું ખુબ ખુશ હતો. કાલ સુધી મારા દિલમાં બેચેનીની ભાવના હતા. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સુનીને સુરક્ષિત પરત લઇ આવ્યા.સુનિતા કોઇ સાધારણ વ્યક્તિ નથી. તે દુનિયા બદલી દેશે.ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવના પુજારી અજયભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે જ્યારથી અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં ફસાયા છે, ત્યારથી તેઓ હેમખેમ પરત આવે તે માટે 108 લઘુરુદ્ર અને શિવયજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી અત્યાર સુધી 71 જેટલા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમ જ દર સોમવારે રાત્રે બે કલાક શિવધૂન પણ કરવામાં આવી રહી છે. તેમના પરત ફરવા માટે ગામમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.