For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજનાની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત

11:53 AM Oct 05, 2024 IST | Bhumika
કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજનાની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત
Advertisement

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક-3ના પેકેજ 10 હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા પણ સહભાગી થયા હતા. ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂૂ. 3.48 કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત આણંદપુર ગામમાં 2511 મીટરની 500 એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોને સિંચાઇ અને પીવાના પાણીનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં 116.58લાખના ખર્ચે કુલ 19 ચેકડેમો અને તળાવોના મરામતના કામો થયેલ છે. 32 જેટલા ગામોમાં આશરે 2000 એમ.સી.એફ.ટી. પાણી વિતરણ કરી ચેકડેમો અને તળાવો ભરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મનહરભાઈ બાબરીયા, રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રેયસ હરદેયા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ ઈજનેર હાર્દિક પીપળીયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement