સિવિલ હોસ્પિટલમાં ગેરરીતિ મુદ્દે ચાલતા કામદાર યુનિયનના ધરણાં-આંદોલનનો સુખાંત
અધિક કલેક્ટર સહિતના અગ્રણીઓએ ઉપવાસીઓને કરાવ્યા પારણાં: તપાસની ખાતરી અપાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે વર્ગ-4ના કર્મચારીઓના પ્રશ્ર્નો અંગે છેલ્લા 6 માસથી જે આંદોલન ચાલુ હતું. તે આજરોજ રાધવજીભાઇની સુચનાથી મધ્યસ્થી પરેશભાઇ ઠાકરની ઉપસ્થિતિમાં પુર્ણ થયુ હતું. આજરોજ કલેક્ટર રાજકોટના આદેશ અને માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર રાજકોટની ચેમ્બરમાં દલિત સમાજના અગ્રણીઓ સિવિલ સર્જન અને પરેશભાઇ ઠાકરની ઉપસ્થિતિમાં તમામ મુદ્દા અંગે વિગતવાર ચર્ચા થયેલ હતી. તેમાં નિવાસી અધિક કલેક્ટર રાજકોટે જુદા જુદા ડીપાર્ટમેન્ટોના વર્ગ-4ના કર્મચારીઓને અન્યાય ન થાય અને સરકારની ગાઇડલાઇન મુજબ પગાલ ચુકવણી થાય તે માટે લેબર અધિકારી સૂચના આપેલ હતી.
સિવિલ સર્જનને વર્ગ-4ના કર્મચારીઓના પગાર બાબતે ચિંતા અને ચર્ચા કરવા જણાવેલ હતું. સાથોસાથ પ્રત્યેક કર્મચારીને વર્ષ દરમ્યાન એક વખત સંપૂર્ણ શારીરીક ચેકઅપ થાય તે કરવા સૂચના આપેલ હતી. વર્ગ-4ના વાલ્મિકી સમાજના લોકોને પૈસા આપી ખોટા સર્ટીફીકેટ મેળવવા માટે દલાલો પાસે જવું પડે છે અને સિવિલ અધિક્ષકના ખોટા સહી સિક્કા સાથે જે રાજીનામાઓ પડે છે તેના સંદર્ભમાં સ્પષ્ટ તપાસ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની જાણ કરવા જણાવેલ હતું. જો કાયદાકીય રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરિયાદ નોંધાવે અથવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરવા માટે પત્ર મોકલવા જણાવેલ હતું.
રાજકોટ કામદાર યુનિયના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યુ હતું કે, આંદોલનના સુખાંત પહેલા કલેક્ટરએ મંડળીઓ વહીવટ તપાસી મંડલીના બોર્ડ મારવાની મદદનીશ કલેક્ટર રાજકોટ શહેર-2ને સૂચનાઓઓ અપાઇ છે.
જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મોનાલી માકડીયાએ મનપાના કમિશનરને લેખિત રજૂઆત કરી બોગસ મેડિક્લ સર્ટિફિકેટ પ્રકરણમાં તપાસ કરવા અને જરૂર જણાય તો પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું છે.