મોરબીના ફાટસર ગામે ફાંસો ખાઇ આધેડે કરેલો આપઘાત
ફાટસર ગામે રહેતા 55 વર્ષના આધેડ વર્ષોથી માનસિક બીમારી અને આચકીના રોગથી પીડાતા હતા જે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મોરબીના ફાટસર ગામના રહેવાસી રમેશભાઈ પેથાભાઈ પરમાર (ઉ.વ.55) નામના આધેડ ગત તા. 01 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રમેશભાઈ સાત આઠ વર્ષથી મગજની બીમારીથી પીડાતા હતા તેમજ ક્યારેક આચકી આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.
ચેનકપો તૂટતા મજૂરનું મોત
મોરબીના રાજપર રોડ પર આવેલ કારખાનામાં શ્રમિક યુવાન પર અકસ્માતે ચેન કપાનો સ્ટ્રકચર પાઈપ માથે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું છે.મૂળ બિહારના વતની અને હાલ મોરબીના રાજપર નજીક વિઝન પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા રમેશરામ મોશાફિરરામ (ઉ.વ.40) વાળા શ્રમિક ગત તા. 30 ના રોજ મજુરી કામ કરતા હતા અને મશીન ચેન કપાથી બોલેરો પીકઅપમાં ભરતા હતા ત્યારે ચેન કપાનું સ્ટ્રકચર તૂટી જતા સ્ટ્રકચરનો પાઈપ રમેશરામને માથામાં લાગતા ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.