જૂના યાર્ડમાં ગોડાઉન-દુકાનના ભાડામાં તોતિંગ વધારો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમા સબ યાર્ડમા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગોડાઉન અને દુકાનોના ભાડામા 200 ટકાનો વધારો ઝિંકવામા આવ્યો છે જેમા રૂ. 2500 સુધીનો વધારો કરવામા આવ્યો છે જેનો વધારો એપ્રિલ મહિનાથી અમલમા આવશે. યાર્ડ દ્વારા ભાડામા તોતિંગ વધારો કરતા વેપારીઓમા કચવાટ ફેલાયો છે.
મળતી વિગત મુજબ યાર્ડ દ્વારા વેપારીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે જેમા જણાવ્યુ છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તા 30.9.2024 ના રોજ સામાન્ય સભાના ઠરાવ નં 8 થી નકકી કર્યા મુજબ પર્વતમાન સમયમા મિલકતની જાળવણી તેમજ નિભાવણીનો ખર્ચ ઘણોજ આવતો હોય બજાર સમિતિની વિવિધ મિલકતોના ભાડામા ભાડા વધારો કરવામા આવ્યો છે જેની અમલવારી તા 1.4.2025 થી કરવામા આવશે.
પોપટભાઇ સોરઠીયા સબ યાર્ડમા 611 જેટલી દુકાનો અને ગોડાઉન આવેલા છે જેમા એબીસીડી મુજબ શોપીંગ સેન્ટરને ક્રમાંક આપવામા આવેલ છે તેમા એ - બી મા 62-62, જેમા 43 શોપ કમ ગોડાઉન આવેલા છે અને કે. એસમા 8 જેટલી દુજકાનો આવેલી છે.
જેનુ હાલનુ ભાડુ રૂ. 300 જેટલુ છે તેમા વધારો કરી નવુ ભાડુ રૂ. 900 વસુલવામા આવશે. જયારે શોપીંગ સેન્ટર સી, ડી મા 64-64, ઇ માં 72, આઇ માં 47, સેડરી કેવીમા 26, સીડી રૂમમા 25, કેજીમા 19, જેનુ ભાડુ હાલ રૂ. 100 વસુલાતુ હતુ જેની સામે હવે રૂ. 300 અને એલ ટાઇપની ર0 દુકાનમા પ0 હતુ જેનુ પણ રૂ. 300 વસુલવામા આવશે. ઉપરાંત એફમા 17 ગોડાઉન આવેલા છે જેમા રૂ. 462 થી 978 ભાડુ હતુ જેમા વધારો કરી રૂ. રપ00 કર્યુ છે. એફમા 1ર, એલમા 36, આઇમા 47 ગોડાઉન અને એમમા ર0, એનમા પ ટાઇપ શોપિંગ છે. જેમા રૂ. ર00 માથી રૂ. 600 ભાડુ કરાયુ છે. અને જી મા 9 ગોડાઉન આવેલા જેમા અત્યાર સુધી રૂ. 131.પ0 થી રૂ. ર63.પ ભાડુ ચાલુ હતુ તેમા હવેથી રૂ. 900 વસુલવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સતાધીશો દ્વારા સબયાર્ડમા છેલ્લા ઘણા સમયથી પ્લેટફોર્મ, સીસી રોડ, કેન્ટીન સહિતની કામગીરી કરવામા આવી હતી અને સુવિધામા વધારો કરાયો હતો. યાર્ડના આ તોતિંગ ભાવ વધારાથી યાર્ડના વેપારીઓમા કચવાટ ફેલાયો છે. અને ભાડા વધારા બાબતે ગણગણાટ શરૂ થયો છે.