રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદ

12:14 PM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ત્રિદિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન આર્શિવાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ સંત સમાગમમાં જામનગર તથા ગુજરાતમાંથી લગભગ વીસ હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓએ ભરપુર આનંદ પ્રાપ્ત કરીને પરત ફર્યા છે. આ ત્રિદિવસીય સંત સમાગમમાં સમગ્ર ભારત તથા વિશ્વના સિત્તેર કરતાં વધુ દેશોમાં વસતા આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તજનો ભાગ લઇ સંત સમાગમનો ભરપૂર આનંદ લીધો હતો.સમાગમ માં ઉપસ્થિત વિશાળ માનવ પરીવારને સંબોધિત કરતાં સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજે લાખોની સંખ્યામાં સમ્મિલિત શ્રદ્ધાળુઓને પોતાના અમૃતમયી પ્રવચન દ્વારા કહ્યું હતું કે સંસારમાં જેટલી ચીજવસ્તુઓ અમે જોઇએ અને અનુભવીએ છીએ તે તમામ પરિવર્તનશીલ છે.તેમાંનો કોઇ પદાર્થ શાશ્વત સત્ય કહેવાતો નથી. જેવી રીતે દિવસ આથમે ત્યાર પછી રાત થાય છે અને રાત્રિ પુરી થયા પછી દિવસની શરૂૂઆત થાય છે તેવી જ રીતે કોઇપણ વસ્તુ કે પદાર્થના અસ્તિત્વને શાશ્વત માની લેવો તે અમારો ભ્રમ હોય છે કારણ કે વાસ્તવિક સત્ય તો ફક્ત એક નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્મા છે જેને વિભિન્ન નામોથી યાદ કરવામાં આવે છે.

સમાગમ માં મુખ્ય આકર્ષણ નિરંકારી પ્રદર્શની તેમજ બહુભાષી કવિદરબાર હતું જેમાં દેશ વિદેશના 19 જેટલા કવિઓએ અસિમ પરમાત્મા તરફ વિસ્તરણ વિષય ઉપર અનેક ભાષાઓમાં પોતાની મધુર અને પ્રેરણાત્મક કાવ્ય રચનાઓ રજૂ કરી હતી જેની ભરપુર પ્રસંશા કરવામાં આવી હતી તથા શ્રોતાઓએ ભરપૂર આનંદ પ્રાપ્ત કર્યો હતો.આ વર્ષના સમાગમનું શિર્ષક અસિમ પરમાત્મા તરફ વિસ્તરણ ઉપર આધારીત નિરંકારી પ્રદર્શની તમામ સંતોના માટે આર્કષણનું કેન્દ્ર બની હતી.

આ દિવ્ય પ્રદર્શનીનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું.પ્રથમ ભાગમાં સંત નિરંકારી મિશનનો ઇતિહાસ-વિચારધારા તથા સામયિક ગતિવિધિઓ તથા સદગુરૂૂ દ્વારા દેશ-વિદેશમાં કરવામાં આવેલ દિવ્ય કલ્યાણકારી પ્રચારયાત્રાઓની જાણકારી આપવામાં આવી હતી. બીજા ભાગમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય અને સમાજ કલ્યાણ વિભાગની તમામ ગતિવિધિઓ દર્શાવવામાં આવી હતી. ત્રીજા ભાગમાં બાળ-પ્રદર્શની ઘણા જ મનમોહક અને પ્રેરણાદાયક રૂૂપમાં બાલ સંતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.હરિયાણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં પધારીને સતગુરુ માતાજી તથા નિરંકારી રાજપિતાજીના દર્શન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement