ગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા રૂા.200 કરોડ સુધીની સબસિડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (2025-30)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યુ હતુ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર તથા આમંત્રીત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે 2025થી 30ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી. આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, શરૂૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને છઉ જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે.
ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાનના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.