For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

04:53 PM Aug 29, 2025 IST | Bhumika
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી (તલાટી-કમ-મંત્રી)ની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે આ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. મંડળના જણાવ્યા મુજબ, આ પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ જાહેરાત બાદ ઉમેદવારોએ તેમની તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂૂ કરી દીધું છે.

Advertisement

પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ તારીખ એક લક્ષ્ય સમાન છે. હવે તેમની પાસે પરીક્ષાની તૈયારી માટે મર્યાદિત સમય જ બાકી છે, જેથી તેઓ તેમના અભ્યાસક્રમને વધુ ગંભીરતાથી લઈ રહ્યા છે. આ પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારોએ સખત મહેનત અને યોગ્ય આયોજન કરવું પડશે.

મહેસૂલી તલાટીની પરીક્ષાનું રાજ્યમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આ પદ ગ્રામીણ સ્તરે વહીવટી તંત્રની કરોડરજ્જુ સમાન ગણાય છે. આ પદ પર પસંદગી પામેલા ઉમેદવારોને સરકારી નોકરીની સાથે સાથે સમાજ સેવા કરવાની પણ તક મળે છે. આ પરીક્ષાની તારીખની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement