શૈક્ષણિક સત્રનો પ્રારંભ એપ્રિલ મહિનાથી કરવા બોર્ડમાં રજૂઆત
પૂર્વ સભ્ય દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખી માગણી કરાઈ
ગુજરાતમાં ગુજરાત બોર્ડની સાથે અન્ય બોર્ડની શાળાઓ આવેલી છે, જેમાં ખાસ કરીને CBSE સંલગ્ન શાળાઓનું પ્રમાણ ઘણું મોટું હોય તેમજ CBSEના અભ્યાસક્રમથી લઈ મોટા ભાગના ધારા-ધોરણો ગુજરાત બોર્ડે સ્વીકારેલ છે, ત્યારે પરીક્ષા, શૈક્ષણિક સત્ર વિગેરે બંને બોર્ડનું સમાન હોય તો એક જ પરિવારના અલગ અલગ બોર્ડમાં અભ્યાસ કરતાં બાળકોને અને શાળા કે બોર્ડ બદલવા માંગતા બાળકોને અનુકૂળતા થાય અને રાજ્યમાં એકસૂત્રતા જળવાઈ આવા શુભ હેતુથી 2021માં એપ્રિલથી નવું સત્ર શરૂૂ કરવાનો નિર્ણય થયેલ હતો. દરમિયાન કોરોનાની મહામારી આવતા શાળાઓ શરૂૂ થઈ શકી ન હતી. આમ નવું સત્ર શરૂૂ કરવાનો નિર્ણયનો અમલ થઈ શક્યો ન હતો, કદાચ આ બાબત હાલ ભુલાઈ ગઈ હોય કે ધ્યાન બહાર રહી ગયેલ હોય, તે સંજોગોએ ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં આવનારા વર્ષમાં એપ્રિલથી નવું સત્ર શરૂૂ કરવાની જોગવાઈ કરવા બોર્ડના પૂર્વ સભ્ય ડો. પ્રિયવદન કોરાટ દ્વારા શિક્ષણ વિભાગમાં કરાઈ છે.