કો. સાંગાણીમાં SIRની ઓનલાઇન કામગીરી માટે ઓપરેટરની નિમણૂક કરવા મામલતદારને રજૂઆત
કોટડાસાંગાણી તાલુકાના શીક્ષકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી મામલતદાર કોટડા સાંગાણીને કોટડા સાંગાણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એસઆઇઆર કામગીરી દરમિયાન શિક્ષક બીએલઓને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી જેમાં મહિલા શિક્ષકોને સાંજે 5:00 વાગ્યા બાદ રોકી રાખવા પ્રેસર ન કરવું તે જણાવવામાં આવ્યું હતું કે મહિલા શિક્ષકોને અલગથી મોબાઈલ નંબર ફાળવવા હાલ મહિલા શિક્ષકોના મોબાઈલ નંબર ફોર્મમાં છાપીને આવતા હોય રાતના સમયે કોઈ પણ સમયે ફોન કે મેસેજ આવતા હોય તે સભ્ય વર્ગ માટે યોગ્ય નથી તે અંગે પણ યોગ્ય કરવા જાણ કરવામાં આવી હાલ ઘણી શાળાઓમાં એક કરતાં વધુ બીએલઓ હોય જેથી શિક્ષણ કાર્ય ઉપર ખૂબ ગંભીર અસર થઈ રહી હોય બાળકોના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા તથા વાલીઓના રોષનો ભોગ શાળા પરિવાર ન બને તે અંગે પણ યોગ્ય કરવા જાણ કરવામાં આવી બીએલઓ એપ વ્યવસ્થિત ચાલતી ન હોય અને ફોર્મની સંખ્યા પણ વધુ હોય કોમ્પ્યુટર ઓપરેટર મારફત ફોર્મ અપડેશનની કામગીરી કરાવવા રજૂઆત કરવામાં આવી મતદારો તરફથી પૂરતો સહકાર મળતો ન હોય ડોક્યુમેન્ટ પણ આપવામાં આવતા ન હોય કોઈપણ ભોગે તેવા ફોર્મ કમ્પલીટ કરવા પ્રેશર કરવામાં આવે છે જે યોગ્ય નથી અને રોજે રોજ દૈનિક કામગીરીનો ઉપરની કક્ષાએથી ટાર્ગેટ આપવામાં આવે છે જે પણયોગ્ય નથી.
કોટડા સાંગાણી તાલુકામાં હાલ 54 સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે જેના અંદાજિત 9,500 વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલ બગડી રહ્યું છે તો આ શૈક્ષણિક જે લોસ થઈ રહ્યો છે તેના જવાબદાર કોણ તે સર્વ જાણવા માગી રહ્યા છે હાલ કોટડા સાંગાણી તાલુકામાં કુલ 348 શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એસઆઇઆર કામગીરી અંતર્ગત બિએલઓ તરીકે તથા સહાયક તરીકે 165 શિક્ષકોનો ઓર્ડર થયો છે જેથી સમગ્ર શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે.
જેમાં હાલમાં મતદારની કામગીરી કરવા આવી રહી છે જેમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપર અસર થઈ રહી છે જેમાં શિક્ષકોને એસ આઇ આર ની કામગીરી કરવા આવી રહી છે વિધાર્થીઓ ઉપર અસર થઈ રહી છે કોટડાસાંગાણી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદાર રજુઆત કરવામાં આવી હતી