રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કણકોટ પાસે સબ રજિસ્ટ્રાર કચેરીનું સ્થળાંતર કરાશે : 2000 ચોરસ મીટર જમીનની માગણી

06:33 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

દક્ષિણ મામલતદારે સ્થળ તપાસ કરી જિલ્લા કલેકટરને રિપોર્ટ સુપ્રત કર્યો

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લાના વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે સબ રજિસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે લોકોને ધક્કા ખાવા પડે છે ત્યારે દરેક વિસ્તારમાં સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત કરવા માટેની દરખાસ્તમાં અગાઉ પશ્ર્ચિમ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સૈયાજી હોટલ પાસે જમીન ફાઈનલ થયા બાદ મવઢી કણકોટ રોડ ઉપર વધુ બે સબ રજીસ્ટ્રાર કચેરી માટે 2000 ચો.મી.જમીનની માંગણી કરવામાં આવી છે.

રાજકોટ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં સબ રજીસ્ટ્રાર કચેરી લઈ જવા માટેની એક યોજના કાર્યરત કરવામાં આવી છે. જેમાં અગાઉ જિલ્લા કલેકટરે પશ્ર્ચિમ વિસ્તાર માટે સૈયાજી હોટલ પાસે સબ રજીસ્ટ્રાર કચેરી 3-4-5ની જમીન ફાળવણીની જાહેરાત કરી હતી.

ત્યારબાદ મવડી વિસ્તારમાં પણ સબ રજીસ્ટ્રાર કચેરી શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.મલડી કણકોટ રોડ ઉપર સબ રજીસ્ટ્રાર કચેરી 6 અને 7 બનાવવા માટે 2000 ચો.મી.જમીનની માંગણી કરવામાં આવતાં જિલ્લા કલેકટરે દક્ષિણ મામલતદાર કાકડીયાને સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો જેના આધારે દક્ષિણ મામલતદારે મવડી કણકોટ રોડ ઉપર પાર્ટી પ્લોટ પર 2000 ચો.મી.ની સરકારી જમીનની સ્થળ તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કલેકટરને મોકલી આપ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરી માટે જમીનની ફાળવણી કર્યા બાદ ડીએલઆર કચેરી દ્વારા તેની માપણી કર્યા બાદ રાજ્ય સરકારને તેની દરખાસ્ત મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ સબ રજીસ્ટ્રાર કચેરી બનાવવાના ટેન્ડરો બહાર પાડવામાં આવશે. જે લાંબી પ્રોસીઝર હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં સબ રજીસ્ટ્રાર કચેરી 3-4-5-6-7 કાર્યરત હોય આ તમામ બિલ્ડીંગો જર્જરીત હાલતમાં હોય સબ રજીસ્ટ્રાર કચેરી માટે અલગ બિલ્ડીંગો ફાળવવા દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં સબ રજીસ્ટ્રાર કચેરી નં.1-2-8 જુની કલેકટર કચેરીમાં કાર્યરત છે જ્યારે 3-4-5-6 અને 7ને જુદા જુદા વિસ્તારોમાં ફેરવવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement