વિજ્ઞાન પ્રવાહ તરફ વળતા વિદ્યાર્થીઓ એક વર્ષમાં 27 ટકાનો વધારો: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ જેવી રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે એક વર્ષમાં, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતા વિદ્યાર્થીઓમાં 27% વધારો થયો છે. નમો લક્ષ્મી યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર (ધોરણ 9 થી 12) માં અભ્યાસ કરતી છોકરીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જ્યારે નમો સરસ્વતી યોજના ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતી છોકરીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે.વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર સરકારી શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા વધારવામાં ફાળો આપે છે.
પટેલે કહ્યું કે નવી શિક્ષણ નીતિ ભારતના ભાવિ નાગરિકોને આધુનિકતા અને મૂલ્યો સાથે આકાર આપશે. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં, જ્ઞાનની સાથે મૂલ્યો પણ અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યું કે ભારતની ગુરુકુલ સંસ્કૃતિ હવે આધુનિક પદ્ધતિઓ દ્વારા પુનજીર્વિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે સ્વામિનારાયણ ગુરુકુલ જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ જીવન માટે મૂલ્યો આધારિત તાલીમ પણ પૂરી પાડે છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે ટિપ્પણી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુણોત્સવ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામોનું નિયમિત પણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશ અભિયાન (શાળા પ્રવેશ ઉત્સવ) જેવી પહેલો દ્વારા ક્ધયા શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.