સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ખાનગી યુનિ.માં PHD કરવા લાચાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BOM (બોર્ડ ઓફ મેનેજમેન્ટ)ના સભ્યોએ 2024થી પીએચડી પ્રવેશ પરીક્ષા PET રદ કરી હતી. માત્ર NET પરીક્ષા પાસ વિદ્યાર્થીઓને PHD માં પ્રવેશ મળશે તેવો નીતિવિષયક નિર્ણય કર્યો હતો. NET (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની માર્ગદર્શિકા છે તેવું ખોટા બહાનુ જાહેર કર્યું હતુ જેથી સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ આ નિર્ણયને કારણે પરીક્ષા આપી પીએચડીમા પ્રવેશ લેવાથી વંચિત રહ્યા. પ્રાઇવેટ યુનિવર્સિટીના તાલે નાચતા ઇઘખના સભ્યો દ્વારા ખોટો નિર્ણય લેવાતા અનેક વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની ફરજ પડી. જેથી 2025ની પીએચડી પ્રવેશ પરીક્ષાની જાહેરાત વહેલી કરવામા આવે તેવી માંગ સાથે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપુતની આગેવાનીમા કુલપતિને રજુઆત કરવામા આવી હતી.
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે કુલપતિને કરેલી રજુઆતમા વિસ્તૃત જણાવ્યુ હતુ કે ગત વર્ષે સૌરાષ્ટ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના જ્ઞાની સભ્યો સી કે કુંભારના, અતુલ ગોસાઇ, કુંડુ, ઈંચઅઈના કોઓર્ડિનેટર અને અગાઉ જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર અસસેસસમેન્ટના કરવાની સજા કરી છે તેવા સંજય મુખર્જી, વોટ્સએપ કાંડમાં જેમણે પોતાના પરિવારને નોકરી આપવા ભલામણ કરી હતી અને પીએચડી પ્રવેશ પરીક્ષાના ચેરમેન શૈલેષ પરમાર દ્વારા નિયમોના ખોટા અર્થઘટન કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચ.ડી.ની પરીક્ષા ના લઈ શકે તેવો નિર્ણય કરાવી અને સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હતો.જો કે યુનિવર્સિટી કોમન એક્ટનુ અને NET નુ બહાનું આગળ કરી અને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા જ પરીક્ષા રદ કરાવી હતી.
આ જ કોમન એક્ટ અને NET ના નિયમો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ને લાગુ પડે તેમ છતાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધી જેમા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પણ પરીક્ષા આપી પાસ પણ થયા અને પીએચડી કરવા જોડાઈ ગયા ! સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગયા વર્ષે આ પરીક્ષાથી વંચિત રહ્યા અને આ વર્ષે પણ વંચિત રહે તેવી સંભાવનાઓ છે.રાજ્યની અનેક સરકારી યુનિવર્સિટીઓએ પીએચડી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે ત્યારે અમારી માગણી છે કે આપ તાત્કાલિક આ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરો જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા નજીવી ફીએ પીએચડી કરી શકે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાઓ યોજવામા ના આવે તો વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમા 2-3 લાખ રૂૂપિયા ફી ભરી પ્રવેશ લેવો પડશે તેવી પરિસ્થિતિ ઉદ્ભવશે.રજુઆતના અંતમા જણાવ્યુ હતુ કે યુનિવર્સિટી દ્વારા 15 દિવસમા પીએચડીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવશે અને યુનિવર્સિટીના કોઈ પણ કાર્યક્રમ હશે અમે વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ કાર્યક્રમ આપીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.