માણાવદર અનસુયા ગૌધામની બાલકૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત
01:42 PM Dec 06, 2025 IST
|
Bhumika
Advertisement
માણાવદર અનસુયા ગૌધામ દ્વારા શહેરમાં રખડતી લુલી- લંગડી- અપંગ ગાયોની પણ સેવા કરવામાં આવી રહી છે. તેમજ દરરોજ નિરાધાર લોકોને 150 થી 200 ટિફિન જમાડવામાં આવી રહ્યા છે.
Advertisement
માણાવદર અનસુયા ગૌ ધામમાં એક પણ રૂૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી. શેઠ પરિવાર પોતાની કમાણી માંથી ગૌશાળા ચલાવી રહ્યા છે. બાળકોમાં પશુ પ્રત્યે સ્નેહ અને સેવાની લાગણી ઉભરાય અને માનવ જીવનમાં પશુઓની કેટલી ઉપયોગીતા છે તે સમજાવવા માટે માણાવદર બાલકૃષ્ણ સ્કૂલ તરફથી સ્થાનિક એક પ્રવાસરૂૂપે આ શાળામાં અભ્યાસ કરતા 300થી વધારે બાળકોને માણાવદરના વિશ્વવિખ્યાત એવા અનસુયા ગૌધામ સંચાલિત ગીરગાય સંવર્ધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનસુયા અન્નક્ષેત્રમાં ચાલતા રસોડાઓમાં લઈ જઈ બાળકોને અન્નદાન વિષય અંતર્ગત માહિતગાર કરાયા હતા. બાળકોએ ગૌધામમાં રાખેલા વિવિધ પક્ષીઓની પણ જાણકારી મેળવી હતી.
Next Article
Advertisement