સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓ
સફાઇના અભાવે છાત્રોના આરોગ્ય પર જોખમ, કચેરીમાં હલ્લાબોલ કરી યોગ્ય કરવા માગણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમા ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળે છે ખુબજ ગંદકી વાળુ વાતાવરણ થઇ ગયુ છે જેનાં કારણે વિધાર્થીઓને ગંભીર રોગ થવાની સંભાવનાં વધી જાય છે વિધાર્થીઓ માટેનુ શૌચાલય જાણે શ્ર્વાનો માટે રહેણાક બની ગયુ હોય તેવી હાલત છે જેનાં વિરોધમા આજે વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કચેરીમા હલ્લાબોલ કરી અધિકારીને કચરા ટોપલી આપી હતી.
યુનિવર્સિટી કેમ્પમા પ્રવેશતા ની સાથેજ ખાડા ખબડા યુકત રોડ આવી જાય છે ઘણા વાહનો રોગ સાઇડમા ચાલવામા આવે છે જેનાં કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે યુનિવર્સિટી કેમ્પસમા બેફામ ચાલતા વાહનો અંગે અગાઉ આપને આવેદન આપવામા આવેલુ જેનાં નિરાકરણ અંગે લીધેલા પગલાઓ વિશે જાણકારી આપવા વિનંતી જે અંગે સ્પીડ બ્રેકર્સ લગાવવામા આવશે તેવુ આપે જણાવેલુ પરંતુ કોઇ દુર્ઘટનાં સર્જાય ત્યાર બાદ જ કઇ કાર્યવાહી કરવામા આવશે તેવુ સુચીત થાય છે.
અનેક વિધાર્થીઓ સિટીબસમા મુસાફરી કરતા હોય સિટીબસ માટેનુ બસ સ્ટોપ પણ ખુબજ જર્જરીત હાલતમા છે જેનાં કારણે વિધાર્થીઓનાં જીવ જોખમમા જણાય છે. આ તમામ વિષયો પર તાત્કાલીક ધોરણે ખુલાસો આપવામા આવે સફાઇ જાળવવામા આવે તેવી રજુઆત વિધાર્થીઓ દ્વારા અમિતકુમાર સોંદરવાની આગેવાનીમા કરી હતી.