પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણી
રેકટર પર કાર ચડાવવાનો પ્રયાસ, બાસ્કેટબોલ સ્પર્ધા માટે આવ્યા હતા
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની હોસ્ટેલમાં ખેલાડીઓએ દારૂૂની મહેફિલ માણયાનું બહાર આવયું છે. હાલ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ બંને નબીરાઓને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ અસોશિએશન દ્વારા પાટણના સ્પોર્ટ સંકુલ ખાતે ત્રણ દિવસ બાસ્કેટબોલની સ્પર્ધા માટે આવ્યા હતા. પાટણ જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આયોજનના ભાગરૂૂપે યુનિવર્સીટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈને કરવામાં આવી હતી. અહીં રોકાયેલ ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂૂમમાં દારૂૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતા હોસ્ટેલના રેકટર ત્યાં પહોંચ્યા હતા. જોકે, આણંદથી આવેલા આ ખેલાડીઓએ રેક્ટરને પણ ધમકાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રેક્ટરે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર નીકળી જવા માટે કહ્યુ હતુ. ત્યારે આ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ વિદ્યાર્થીઓએ રેક્ટરને રૂૂમમાં લોક કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તે દરમિયાન તેમણે બૂમો પાડતા અન્ય સ્ટાફ પણ ત્યાં આવી ગયો હતો. જે બાદ વિદ્યાર્થીઓ પોતાની મર્સિડિઝ કાર લઇને ભાગી રહ્યા હતા. ત્યારે રેક્ટરે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની પર કાર ચઢાવી દીધી હતી. જોકે, સ્ટાફે બંને વિદ્યાર્થીઓને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યા હતા.