For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો

11:06 AM Nov 14, 2025 IST | admin
જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો

શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળે છે: કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો

Advertisement

જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરો એ ધમ પછાળા કર્યા અને મીડિયાને હોસ્ટેલની અંદર આવવા ન દીધું પરંતુ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ હાબાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું.હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલકો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સમગ્ર મામલે જ્યારે હોસ્ટેલે પોલીસ પહોંચી તો વોર્ડને પોલીસને કહ્યું પહેલા મીડિયા ને અહીંથી ભગાડી દો.

જૂનાગઢની ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયના ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ જણાવ્યું હતું કે, તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને તો ક્યારેક સંભારામાં સાવરણાની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે. હોસ્ટેલમાં 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવ્યા છે, આંદોલન કરવા માટે નહીં, પરંતુ રસોયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની લિમિટ હતી, ત્યાં સુધી તેમણે આ સહન કર્યું હતું.

Advertisement

ભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થીની પ્રતીક્ષાબેન રાઠોડએ આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવેલો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓના રૂૂમમાં બેડ સીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂએ છે અને ઓશિકાની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂૂમમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે.

વિદ્યાર્થીનીઓના આ ગંભીર આક્ષેપો બાદ, સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે આજે ક્ધયા છાત્રાલયમાં જમવા બાબતે હોબાળો થયો છે, જેમાં જમવાની ગુણવત્તા દીકરીઓને નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. ચેતન પવારે જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. હોસ્ટેલના વોર્ડન અને રસોયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે.જો તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement