રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાં

05:30 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

બી.કોમ.ની પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવા કુલપતિને કોંગ્રેસની રજૂઆત

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com સેમ-1ની તા. 16 થી શરૂૂ થતી પરીક્ષા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ઈંCA ઈં) દ્વારા લેવામાં આવતી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પરીક્ષા પણ આવનારી તા.16-18-19 એમ બંને એક સાથે હોવાથી અનેક વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ ચિંતામા મુકાયા હોવાથી આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા કુલપતિને રજુઆત કરવામા આવી છે.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે બંને પરીક્ષાઓના સમયપત્રકમા તારીખો લગભગ સમાન હોવાથી વિદ્યાર્થીઓને કેટલીક મહત્વપૂર્ણ તકલીફો થવા પામી છે.

CA અને B.Com બન્ને પરીક્ષાઓ ખૂબ મહત્વપૂર્ણ છે.પરંતુ CA જેવી વ્યાવસાયિક પરીક્ષા પાસ કરવા માટે ઊંડાણપૂર્વકના અભ્યાસની જરૂૂર પડે છે, જ્યારે B.COMની પરીક્ષા યુનિવર્સિટીના અભ્યાસક્રમનું મહત્વપૂર્ણ પરિમાણ ધરાવે છે. બંને પરીક્ષાઓ સમાન સમયગાળામાં આવવાથી યોગ્ય રીતે તૈયારી કરવી મુશ્કેલ છે, જે પરિણામ પર નકારાત્મક અસર કરી શકે છે.બીજુ કે બન્ને પરીક્ષાઓમાં સતત ઉપસ્થિત રહેવું માનસિક તણાવ અને શારિરિક થાકનું કારણ બની શકે છે, જે વિદ્યાર્થીઓના આરોગ્ય પર નુકસાનકારક અસર કરે છે.CA અને B.COMની પરીક્ષાઓ માટે અલગ-અલગ કેન્દ્રો હોય છે. સતત પરીક્ષાઓ વચ્ચેના ટૂંકા સમયગાળાને કારણે એક કેન્દ્રેથી બીજા કેન્દ્ર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.

ઈંCA ઈં દ્વારા સમગ્ર દેશભરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, અને દેશવ્યાપી સ્તરે તેમનું જાહેર કરેલું સમયપત્રક બદલી શકાય તેવું નથી.

B.Com પરીક્ષાના સમયપત્રકમાં જરૂૂરી દિવસો માટે આગળ કે પાછળ ફેરફાર કરવામાં આવે.જો તારીખોમાં ફેરફાર શક્ય ન હોય, તો CA પરીક્ષાની સાથે ના સંઘર્ષ થાય તે રીતે B.COMની પરીક્ષાનું ટાઈમિંગ બદલવામાં આવે. તેઓએ રજુઆતની અંતમા જણાવ્યુ હતુ કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમા રાખી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આપનો માનવતાભર્યો નિર્ણયની અપેક્ષા છે.

Tags :
B.Com. and Chartered Accountant examgujaratgujarat newsrajkotrajkot newssaurashtra universitystudents
Advertisement
Next Article
Advertisement