બગસરા મેંદરડા બસને ડાઈવર્ટ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ભલગામ પાસે ચકકાજામ
વર્ષોથી આ બસ ડાયરેક્ટ મેંદરડા વાયા ભલગામ થઈ વિસાવદર થી ચાલતી હતી પરંતુ હાલમાં થોડા દિવશ થી બગસરા ડેપો દ્વારા આ બસ ને કડાયા ઘોડાસર જેવા ગામોમાં થઈને વિસાવદર કરવામાં આવતા જાંબુડા ઢેબર જેવા ગામો કપાઈ જતા વિધાર્થીઓ ને ભારે હલાકીનો સામનો કરવો પડે છે તેમજ આ ગામોમાં ફરવા જવાથી ભલગામ ગામમાં જે બસ એક વાગે પહોંચતી હતી તે હવે બે વાગ્યાં પછી પહોંચે છે જેના હિસાબે આ ગામોમાંથી 40 કર્તા વધારે વિધાર્થીઓ આવતા જતા હોઈ છે.
પરંતુ હવે જયારે આ બસને ડાયવર્ટ કરવામાં આવતા આ તમામ વિધાર્થીઓ ને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બસ માં વધુ પડતી વિધાર્થીનીઓ અપ ડાઉન કરતી હોવાથી આ દીકરીઓ ને ભારે મુસીબત નો સામનો કરવો પડે છે જેથી આજે વિધાર્થીઓ રોશે ભરાયા અને ભલગામ ખાતે ચક્કા જામ કરવામાં આવ્યું હતું.
જયારે આ બાબતે ડેપો મેનેજર બગસરા ને પૂછતાં તેમણે જણાવ્યું કે આજે વાહન માં ખરાબી હોવાથી લેટ થઈ હતી પરંતુ વાસ્તવ માં આ બસ ને અન્ય ગામડામાં ફેરવાવવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા દિવશ થી લેટ આવવા થી અંતે આજે વિધાર્થીઓ દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યો હતો.. આ ઉપરાંત આ બસ નો રૂૂટ ફેરવાથી આવકમાં પણ ઘટાડો થયો છે