ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિટી બસ અડફેટે પગ ગુમાવનાર છાત્રાને રૂા. 7.50 લાખ વળતર ચૂકવવા આદેશ

04:24 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં AMTS બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે વર્ષ 2019માં ગંભીર અકસ્માતનો ભોગ બની પોતાનો પગ ગુમાવનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીને ગુજરાત હાઈકોર્ટે મોટો ન્યાય આપ્યો છે. ટ્રિબ્યુનલે આપેલા વળતર સામે હાઈકોર્ટમાં કરાયેલી અપીલને પગલે કોર્ટે અખઝજને વિદ્યાર્થિનીને વધારાના રુપિયા 7.15 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Advertisement

વર્ષ 2019મા મલાવ તળાવ બસ સ્ટેન્ડ પર ઊતરતી વખતે AMTS બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીનો ડાબો પગ કચડાઈ ગયો હતો, જેને ડોક્ટરોએ કાપવો પડ્યો હતો. ટ્રિબ્યુનલે આ કેસમાં સામાન્ય વળતર આપ્યું હતું. જોકે, જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે હાઈકોર્ટમાં અવલોકન કર્યું કે ટ્રિબ્યુનલે યુવતીના લગ્નની સંભાવનાના નુકસાન બદલ કોઈ વળતર આપ્યું નહોતું. કોર્ટે આ માટે વધુ રૂ. 3 લાખ વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

આ ઉપરાંત, પીડા અને આઘાત બદલ અપાયેલી નજીવી રૂ. 25 હજારની રકમને વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું કે કૃત્રિમ પગને દર 3થી 5 વર્ષે બદલવો પડે છે, તેથી ભવિષ્યના તબીબી ખર્ચને પણ વધારીને રૂ. 2 લાખ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે આ વધારાની કુલ રકમ રૂ. 7.15 લાખ ચાર અઠવાડિયામાં જમા કરાવવા આદેશ આપ્યો છે. એડવોકેટ રોબિન પ્રસાદે લોકોને અકસ્માતના કેસમાં ન્યાય માટે હાઈકોર્ટ સુધી અપીલ કરવા સલાહ આપી છે.

Tags :
accidentAhmedabadAhmedabad newsgujaratgujarat newsstudent
Advertisement
Next Article
Advertisement