પરિવારથી અલગ રહી અભ્યાસ કરતી છાત્રાનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાતનો પ્રયાસ
શહેરમાં નાના મવા સર્કલ નજીક આવેલ સિલ્વર હાઇટની બાજુમાં ભાડે રૂૂમ રાખી રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ એકલવાયા જીવનથી કંટાળી અમીન માર્ગના ખૂણા પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાના મવા સર્કલ પાસે આવેલ સિલ્વર હાઇટ્સની બાજુમાં પરિવારથી અલગ ભાડાના રૂૂમમાં રહેતી અને અભ્યાસ કરતી દિપાલીબેન કાનજીભાઈ પાંડાવદરા નામની 24 વર્ષની યુવતી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અમીન માર્ગના ખૂણા પાસે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં દિપાલીબેન છેલ્લા સાતથી આઠ મહિનાથી પરિવારથી અલગ રૂૂમ ભાડે રાખીને રહે છે અને અભ્યાસ કરે છે તેણીને એકલું લાગતું હોવાથી એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.