ભાવનગરમાં બે મિત્રોના હાથે વિદ્યાર્થીની હત્યા
જૂના ઝઘડાની દાઝ રાખી ગળું દબાવી માથામાં જીવલેણ ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું: મૃતકના પિતાએ બન્ને મિત્રો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
ભાવનગર શહેરમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિપ્ર યુવાન ની લાશ મળી આવ્યા બાદ મિત્ર સાથે થયેલ ઝઘડા ની દાજ રાખી બે મિત્રોએ જ તેની હત્યા કરી નાખ્યા હોવાનું ખુલવા પામ્યું છે.આ બનાવ વિગતો એવી છે કે ભાવનગરના પાનવાડી, બજરંગદાસબાપા હોસ્પિટલ સામે આવેલ અષ્ટવિનાયક ફ્લેટ,ફ્લેટ નં.105 માં રહેતો અને ઘરશાળા હાઈસ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતો યુવક રામ અશોકભાઈ ભટ્ટ (ઉ.વ.19) ગત તા. 8/2/2024 ના રોજ રાત્રીના ઘરેથી તેમના મિત્રોને મળવા ગયા બાદ તેનો સવાર સુધી ઘરે પરત ફયો ન હતો, મોડી રાત્રીના તેના માતાએ ફોન કયી ત્યારે તેણે તેના મિત્રો સન્ની અને ચેતન સાથે હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન બંધ થઈ ગયોહતો.સવાર સુધી રામ ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂૂ કરી હતી અને નિલમબાગ પોલીસ મથકમાં તે ગુમ થયો હોવાની નોંધ કરાવી હતી.
દરમિયાન શનિવારે નિલમબાગ પોલીસે જાણ કરી હતી કે તેમના દીકરાનું મોટરસાઈકલ નવા બંદર પુલ પાસેથી મળી આવ્યું છે અને તેનો મૃતદેહ પાણીમાંથી મળ્યો છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે મૃતદેહને સર ટી.હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતની નોંધ કરી હતી.મૃતક રામના પિતા અશોકભાઈ ભટ્ટે રામના અંગત મિત્ર અકિલ અશરફભાઈ મકવાણા અને માનવ કલ્પેશભાઈ પરમારને વાત કરતા અકીલે જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા રામ મારી દુકાને બેઠો હતો ત્યારે તેની સ્નેપચેટની આઈ.ડી.માં મોબાઈલ નંબર બદલાઈ ગયો હતો. રામે મોબાઈલ નંબરના ચાર આંકડા જોઈને કહેલ કે આ નંબર સન્નીનો છે. આથી રામ અને અકિલ બન્ને સન્નીના ઘરે ગયા હતા, જ્યાં ઝઘડો અને બોલાચાલી થઈ હતી. આ ઘટનાના વીસ દિવસ બાદ સન્ની અને તેનો મિત્ર ચેતન ઉર્ફે ડોકટર અકિલની દુકાન પાસેથી બાઈક પર નીકળ્યા ત્યારે ચેતને અકિલને ગાળો આપી હતી.આ બનાવને લઈને અકિલ અને રામ ચેતનના દવાખાને ગયા હતા ત્યાં ઝપાઝપી થઈ હતી. ગઈ તા. 8/ 2 ના રોજ બપોરે સન્ની અકિલની દુકાને આવ્યો હતો અને પરામે મને ઘરે આવીને માર્ય છે, તેને હું જીવતો નહિ રહેવા દઈશથ તેમ વાત કરી હતી. અને રાત્રીના રામને ફોન કરી બોલાવ્યો હતો અને નવા બંદર લઈ જઈ તેની હત્યા કરી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ રામનું મોત ગળુ દબાવવાથી અને માથામાં ગંભીર જીવલેણ ઇજા થવાથી થયું હોવાનું ખુલતા મૃતકના પિતા અશોકભાઈ મહાશંકરભાઈ ભટ્ટે સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી (રહે. મુનિડેરી) અને ચેતન ઉર્ફે ડોકટર ગિરધરભાઈ વાઘેલા (રહે. સુભાષનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પી.આઈ. એ.ડી.ખાંટ ચલાવી રહ્યા છે.