For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા રોડ ઉપર બે સ્કૂટર સામ-સામે અથડાતા વિદ્યાર્થીનું મોત

05:22 PM Nov 08, 2025 IST | admin
કુવાડવા રોડ ઉપર બે સ્કૂટર સામ સામે અથડાતા વિદ્યાર્થીનું મોત

રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની સંખ્યા વધી છે. હજુ ગઇકાલે હેમુ ગઢવી હોલ નજીક બાઇક સ્લીપ થતા કાર પાછળ ઘુસી ગયુ હતુ અને વિજય પ્લોટનાં યુવાનનુ મોત નીપજયુ હતુ . ત્યારે વધુ એક અકસ્માત પ્રકાશમા આવ્યો છે. શહેરનાં કુવાડવા રોડ પર ડી માર્ટની સામે બે બાઇક સામ સામે અથડાતા 15 વર્ષનાં તરુણને ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો . જયા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ.

Advertisement

વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં કુવાડવા તાબેનાં આણંદપર ગામે રહેતા કેવલ નારણભાઇ મેવાળા નામનાં 15 વર્ષનાં તરૂણ ગઇ તા. 6-11 નાં રોજ બપોરનાં સમયે બાઇક લઇને તેનાં મિત્ર સાથે કુવાડવા રોડ પર ડી માર્ટની સામેનાં રોડ પરથી પસાર થતો હતો . ત્યારે સામે આવી રહેલા બાઇક સાથે અકસ્માત થતા બંને બાઇક ચાલક નીચે પટકાયા હતા અને જેમા કેવલને ગંભીર ઇજાઓ થતા સિવીલ હોસ્પીટલનાં ઇમરજન્સી વોર્ડમા ખસેડાયો હતો . જયા તેમનુ સારવાર દરમ્યાન ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે મોત નીપજયુ હતુ.

કેવલ તેમનાં સ્કુલ મિત્ર સાથે કુવાડવા રોડ પર યુનીફોર્મ લેવા માટે જઇ રહયો હતો . અજાણ્યા એકટીવાનાં ચાલકે અકસ્માત સર્જયો હતો . મૃતક કેવલ બે ભાઇમા નાનો હતો અને તેમનાં પિતા ચા ની હોટલ ધરાવે છે. કેવલનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના અંગે બી ડીવીઝન પોલીસે એકટીવા ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement