સાયલા-ચોટીલા નજીક એસટીની વોલ્વો અને ખાનગી બસ સામસામે ટકરાઇ : 10 લોકોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઇવે પર વણકીના બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વણકી ગામના બોર્ડ પાસે અકસ્માત સર્જાતા 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ગંભીર અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત પામેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડાયા હતા.
સુરેન્દ્રનગર વિસ્તારમાં અકસ્માતના બનાવો હજુ સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાના કારણે ગોઝારા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર વણકી ગામના બોર્ડ પાસે વોલ્વો બસનો સામસામે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા.
સાયલાના વણકી ગામના બોર્ડ પાસે વોલ્વો બસ સામસામે ટકરાતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેના પગલે વણકી ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પાસે અકસ્માત થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે આ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તથા એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.