For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

STની ઘોર બેદરકારી: ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈ

03:34 PM Oct 20, 2025 IST | Bhumika
stની ઘોર બેદરકારી  ફ્રન્ટ સ્ક્રીન ગ્લાસ તૂટેલી બસને રૂટમાં દોડાવાઈ

Advertisement

એસ.ટીમાં મુસાફરોની સલામતીને અગ્રીમતા હોવી જોઈએ પરંતુ એસ.ટીનું રેઢિયાળ તંત્ર મુસાફરોના જાન જોખમમાં હોય તેવા કામ કરવામાં પણ ઢીલી નીતિ રાખતા હોવાનું પ્રકાશમાં આવેલ છે.

ભુજ ડેપો ની બસ નંબર GJ-18-Z T 0070 પોરબંદર ભુજ રુટની ચાલતી બસમાં ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસ આગળનો મેઇન કાચ જે અત્યંત જર્જરિત અને તૂટેલી હાલતમાં છે. કાચમાં અસંખ્ય તિરાડો હોવા છતાં બસ ઓન ધ રોડ ચલાવવામાં આવી રહી છે. અને રૂૂટ બોર્ડ પોરબંદર ભુજ પણ સાવ આછું નજીકમાં જાય ત્યારે જ વાંચી શકાય કે આ બસ ક્યાં જાય છે આ પ્રકારનું રુટ બોર્ડ હતું જે રાજકોટ બસપોર્ટ પર સાઇટ વિઝીટ દરમિયાન ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ને ધ્યાનમાં આવતા ભુજ ડેપો મેનેજર અને વિભાગીય નિયામક ને એસ.ટી બસપોર્ટ પરથી ટેલીફોનિક ફરિયાદ કરી કે તૂટેલા કાચને પગલે ડ્રાઇવર અને મુસાફરો પર મોતની લટકતી તલવાર હોય તાત્કાલિક મુખ્ય કાચ બદલી નાખવા લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અમારી જાણ મુજબ ડિવિઝનમાં કાચની અછત હોય ત્યારે હાલ ડિવિઝનમાં કાચ છે નહીં પરંતુ ડિવિઝનમાં કાચ આવે ત્યારે બદલી નખાશે આ પ્રકારના જવાબો ડેપો મેનેજર દ્વારા આપવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારના સરકારી જવાબો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના મંજૂર નથી.

Advertisement

ફરિયાદ કરવા છતાં જો કાચ બદલવામાં નહીં આવે અને અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ડેપોના ડેપો મેનેજરની રહેશે. આશ્ચર્ય ની બાબત એ છે કે ડ્રાઇવરે ફરજ પરથી ઉતરતા ની સાથે લોગશીટની નકલ મા પરિશિષ્ટ 13 મુજબ બસની ખામીઓ દર્શાવવાની હોય છે અને તેમ છતાં કાચ બદલવામાં આવતા નથી. બારીનો કાચ તુટેલો હોય તો ઓ ચલાવી શકાય પરંતુ ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસ તુટેલી હાલતમાં હોય અને મહિનાઓ સુધી તુટેલા કાચવાળી બસો ચલાવવી એ અત્યંત જોખમી અને મુસાફરો માટે અસલામત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement