સોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા પાંચ દિવસમાં સોનામાં 150 ડોલરની તેજી જોવા મળી: શેરબજારમાં સેન્સેકસ 545 પોઇન્ટ અને બેંક નિફટીમાં 550 પોઇન્ટની તેજી
આજે શેર બજારની સાથે સાથે સોના-ચાંદીનાં ભાવમા પણ વધારો નોંધાયો છે એક બાજુ શેર બજારમા નીફટી અને બેંક નીફટીમા શાનદાર ખરીદી જોવા મળી રહી છે તો બીજી બાજુ સોના - ચાંદીમા તેજીનુ વલણ જોવા મળી રહયુ છે. રાજકોટ આજે સોનાનો ભાવ ફરી 1,30,000 ને પાર થયો હતો જયારે ચાંદીનો ભાવ 1,62,385 સુધી પહોંચ્યો છે.
સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની નવી ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારમા ડીમાન્ડ વધતા સોનાનાં ભાવમા આજે ફરી વધારો નોંધાયો છે આજે એમસીએકસ પર સોનાનો ભાવ 1,25,750 જોવા મળ્યો હતો જયારે રાજકોટની બજારમા હાજર ભાવ 1,30,050 જોવા મળ્યો હતો રાજકોટમા રર કેરેટ સોનાનાં ભાવ 1,17,000 ને પણ પાર કરી દીધો છે .
સોનામા છેલ્લા પાંચ દિવસ દરમ્યાન 150 ડોલર વધી જતા હાલ સોનુ 4162 ડોલર સુધી પહોંચ્યુ છે. જયારે ચાંદી પણ એક ઓંસ દીઠ પર ડોલર પર પહોંચી છે. હજુ પણ ટ્રેન્ડ ખરીદીનો હોય સોનુ હજુ વધે તેવા સંકેતો મળી રહયા છે.
બીજી બાજુ આજે શેર બજારમા પણ શાનદાર તેજી જોવા મળી હતી . નીફટી ફરી 26000 ની સપાટીથી આગળ નીકળી ગયો છે. હાલ નીફટીનાં 50 શેરોમાથી 48 શેરોમા ખરીદી જોવા મળી રહી છે . સેન્સેકસનાં 2180 શેરોમા ખરીદી જોવા મળી રહી છે જયારે માત્ર 431 સ્કીપ્ટ લાલ નિશાનમા જોવા મળી છે.
આજે મેટલ , એનર્જી સાથો સાથ બેકીંગ શેરોમા ભારે તેજી જોવા મળી હતી. આજે નીફટી બેંક 530 પોઇન્ટ ઉપર જોવા મળી રહયો છે . નીફટી બેંકનાં 12 માથી 11 શેરોમા પોઝીટીવ ટોન સાથે રોકાણકારો ખરીદી કરી રહયા છે ઉપરાંત મીડકેપ શેરોમા પણ 545 પોઇન્ટનો વધારો થયો છે. હાલ સેન્સેકસ 544 પોઇન્ટ વધીને 85,130 પોઇન્ટ ઉપર અને નીફટી 180 પોઇન્ટ વધતા 26065 પર પહોંચી છે.