બગસરા પંથકમાં પાક નુકસાનીનો સરવે કરી સહાય પેકેજ આપવાની ઉગ્ર માંગ
બગસરા તાલુકામાં ક મોસમી વરસાદ માવઠું થતા બગસરા તાલુકાના ખેડૂતોમાં ઉગ્ર રોસ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકોને 80 ટકા જેવું નુકસાન થયેલ છે.
સરકારશ્રીની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર વચ્ચે 50 મિનીમિતિ વધુ વરસાદ પડે તો માની લેવામાં આવે છે કે તમામ ખેડૂતોને તમામ પાકો માવઠાથી નુકસાન ગ્રસ્ત છે એવું માની લેવામાં આવે આવી સ્પષ્ટ ગાઈડ લાઈન હોવા છતાં હાલમાં પૂછી રાહત પેકેજ 2025 માટે થયેલ સર્વેના ઓર્ડર જે સદંતરે ગેર વ્યાજબી છે અને ખેડૂતોને અન્યાય કરવા જેવી બાબત છે.
આ સર્વેથી અમારા વિસ્તારના મોટાભાગના ખેડૂતો પશુપાલકો ખેત મજૂરો ભાગ્યા તથા અન્ય ખેતી આધારિત તમામને અન્યાય થવા ની ખુબ મોટી સંભાવના છે.
આ જગતના તાતને અન્યાય કરવો એ કોઈપણ પ્રકારની યોગ્ય નથી વધુ પડેલ વરસાદથી ખેતરોમાં સર્વે માટે જવું પણ ખૂબ જ અઘરું છે જેથી આ બગસરા તાલુકાના ખેડૂતોને નુકસાન ગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજ માં ખેડૂતોનો સમાવેશ કરવા અને વળતર આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદન મારફત રજૂઆત કરેલ.
( તસવીર સમીર વિરાણી બગસરા)
